રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું, રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર કોરોના પોઝિટિવ

|

Jun 12, 2022 | 12:14 PM

કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે.

રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉંચક્યું, રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર કોરોના પોઝિટિવ
Chief Secretary of State Pankaj Kumar (file Photo)

Follow us on

રાજ્યમાં ફરી કોરોના (Corona) માથું ઉંચકી રહ્યો છે. ધીમે ધીમે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે ત્યારે ગુજરાતના મુખ્ય સચિવ (Chief Secretary) ને પણ કોરોના થયો છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યા છે. જેના પગલે તેઓ ઘરમાં જ આઇસોલેટ થઈ ગયા છે અને ઘરમાં જ સારવાર લઇ રહ્યા છે. સમગ્ર રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા સપ્તાહના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે.

રાજ્યમાં કોરોનાના કેસ ફરીથી વધવા લાગ્યા છે. ગઈકાલે રાજ્યમાં 154 નવા કેસ નોંધાયા. જેમાંથી 75 ટકા કેસ અમદાવાદ અને વડોદરાના છે. 8 માર્ચ બાદ પહેલીવાર એક્ટિવ કેસનો આંકડો 700ને પાર થઈ ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં જ એક્ટિવ કેસમાં 145 ટકાનો વધારો થયો છે. રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 150ને પાર થયો હોય તેવું 1 માર્ચ બાદ પ્રથમવાર બન્યું છે. છેલ્લા 11 દિવસમાં જ રાજ્યમાં કુલ 910 વ્યક્તિ કોરોના સંક્રમિત થઇ ચૂકી છે. હાલ અમદાવાદમાં સૌથી વધુ 398 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. વડોદરામાં એક્ટિવ કેસ વધીને હવે 118 થઈ ગયા છે.

અમદાવાદની વાત કરીએ તો,, સતત બીજા દિવસે કોરોનાના 80 કેસ નોંધાયા છે, જૂનના 11 દિવસમાં જ કોરોનાના 487 કેસ નોંધાયા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ વધીને 324 થઈ ગઈ છે. 70 ટકાથી વધારે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રીમાં મોટાભાગના મુંબઇ ફરીને આવેલા હોવાનું સામે આવ્યું છે. અનેક લોકો વિમાન મારફતે મુંબઇ ગયા બાદ પરત આવ્યા તે સાથે કોરોના સંક્રમિત થયા છે. રેલવે મારફતે મુંબઇ ગયેલા સંક્રમિતોની સંખ્યા કરતાં વિમાન મારફતે આવેલા લોકોમાં સંક્રમણ વધારે હોવાનું જોવા મળ્યું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ એલર્ટ થયુ છે. AMC તરફથી શહેરીજનોને માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી છે. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે.

Next Article