ગુજરાતમાં કોરોનાના કેસમાં મોટો ઉછાળો, નવા 111 કેસ નોંધાયા
ગુજરાતના કોરોનાના કેસ ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. જેમાં 08 જૂનના રોજ કોરોનાના નવા 111 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં 111 નોંધાયા છે.
ગુજરાતના(Gujarat) કોરોનાના(Corona) કેસ ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. જેમાં 08 જૂનના રોજ કોરોનાના નવા 111 કેસ નોંધાતા તંત્રની ચિંતા વધી છે. જેમાં સૌથી વધારે 48 કેસ અમદાવાદ (Ahmedabad) શહેરમાં નોંધાયા છે.રાજ્યમાં પાછલા 95 દિવસમાં સૌથી વધારે મંગળવારે 72 કેસ સામે આવ્યા હતા. જયારે આજે 08 જૂનના રોજ સૌથી વધારે 111 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના 48 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 445 પર પહોંચી ગઈ છે. રાજ્યમાં પાછલા 4 દિવસમાં કોરોના કેસમાં 57 ટકાનો વધારો નોંધાયો છે. તો શહેરોમાં પાછલા 4 દિવસમાં 69 ટકા કેસ વધી ગયા છે.. રાજ્યમાં પાછલા 24 કલાકમાં સારવાર બાદ વધુ 53 દર્દી સાજા થયા છે..ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 લાખ 14 હજારથી વધારે દર્દીઓ કોરોના સામે જંગ જીતી ચુક્યા છે. જ્યારે 10,944 લોકોના કોરોનાથી નિધન થયા છે. રાજ્યમાં પાછલા 15 દિવસથી કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં સામે આવી રહ્યાં છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ
ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. છેલ્લા છ દિવસના આંકડાઓ પર નજર કરીએ તો કોરોનાના કેસ વધી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.. છેલ્લા છ દિવસોમાં કોરોનાના કેસમાં ધીમી ગતીથી થતો વધારો ચિંતાનું કારણ છે.. આ તરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળો આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એલર્ટ થયુ છે.
AMC તરફથી શહેરીજનોને માસ્ક ફરી ફરજીયાત કરવા સૂચના આપી છે. હાલના સમયમાં ફરી મોટાભાગના લોકો માસ્ક વગર અને કોરોનાના ડર વગર બજારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં હોવાનું AMCનું તારણ છે. કોરોનાના કેસ અંગેના આંકડાઓને જોતા મહામારીની સ્થિતિ હાલ પણ યથાવત હોવાથી માસ્કનો ઉપયોગ ચાલુ રાખવા AMCએ લોકોને સલાહ પણ આપી છે. આ સાથે વિચારણા કરાઇ રહી છે.. સામાજિક અંતરનું યોગ્ય પાલન કરવા પણ આગામી દિવસોમાં AMC ઝુંબેશ શરૂ કરી શકે છે.