ગુજરાતમાં કોરોનાના કેસો વધીને બમણા થયા, 18 દર્દીઓ સાજા થયા, જાણો ક્યાં કેટલા કેસ આવ્યાં

|

Oct 27, 2021 | 9:46 PM

રાજ્યમાં આજે 26 ઓકટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,205 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસો વધીને બમણા થયા, 18 દર્દીઓ સાજા થયા, જાણો ક્યાં કેટલા કેસ આવ્યાં
Corona cases increased in Gujarat on 26 october

Follow us on

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસોમાં ઘટાડા પછી ફરી વધારો થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કોરોના કેસોનું સ્તર 20ની નીચે રહ્યું હતું, જો કે આજે 26 ઓક્ટોબરે 30 નવા કેસ નોંધાયા છે, જે ગઈકાલ કરતા લગભગ બમણા છે.

કોરોનાના 30 નવા કેસ, 0 મૃત્યુ
રાજ્યમાં આજે 26 ઓક્ટોબરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 30 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,464 થઇ છે અને મૃત્યુઆંક 10,088 પર પહોચ્યો છે.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 8 કેસ, સુરત શહેરમાં અને વલસાડ જિલ્લામાં 5-5 કેસ, વડોદરા શહેર અને સુરત જિલ્લામાં 3-3 કેસ, ગીર સોમનાથ અને નવસારી જિલ્લામાં 2-2 કેસ અને શહેર અને જુનાગઢ જીલ્લો અને કચ્છ જિલ્લામાં કોરોના વાયરસનો નવો એક-એક કેસ નોંધાયો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

18 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 171
રાજ્યમાં આજે 26 ઓક્ટોબરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 18 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,205 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 26 ઓક્ટોબરે એક્ટીવ કેસ 171 પર પહોચ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા થયો છે.

આજે 3.34 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 26 ઓક્ટોબરના રોજ 3,44,908 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

રાજ્યમાં આજે થયેલા રસીકરણમાં 18-45 ઉમરવર્ગના 47,742 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અપાયો અને 18-45 ઉમરવર્ગના 2,01,004 લોકોનું બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જયારે 45 થી વધુ ઉમરના 15,568 લોકોને પ્રથમ ડોઝ અને 78,969 લોકોને બીજો ડોઝ અપાયો છે.

આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6 કરોડ 93 લાખ 28 હજાર 268 ડોઝનું રસીકરણ પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં પણ પોલીસ ગ્રેડ પેના મુદ્દે રેલી

આ પણ વાંચો : Surat : ‘સી.આર. પાટીલ જ BJP છે, એવું બતાવવાનું બંધ કરે’, ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી હડકંપ

Published On - 9:31 pm, Tue, 26 October 21

Next Article