Surat : ‘સી.આર. પાટીલ જ BJP છે, એવું બતાવવાનું બંધ કરે’, ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી હડકંપ

રાજુ અગ્રવાલની આ પોસ્ટથી શહેર ભાજપમાં હડકંપ આવી ગયો છે. કારણ કે સી.આર. પાટીલ હાલ ભાજપના કદાવર અને સુપ્રીમો નેતા છે. તેવામાં ભાજપના કોર્પોરેટરની આ પોસ્ટે ચર્ચા તો જગાવી જ છે.

Surat : 'સી.આર. પાટીલ જ BJP છે, એવું બતાવવાનું બંધ કરે', ભાજપના જ પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી હડકંપ
C.R. Patil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 8:46 PM

રાજ્યની મહાનગર પાલિકાની ચૂંટણીમાં (Election) ઉમેદવારોની પસંદગીમાં આકરા ક્રાઈટેરિયા અપનાવનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે (C.R. Paatil) વિધાનસભાની ચૂંટણી સંદર્ભે પણ સેલવાસ ખાતે આગેવાનો તેમજ કાર્યકરોને કડક શબ્દોઅમ ચેતવણી આપતા અકળાઈ ઉઠેલા સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટરે સી.આર. પાટીલ વિરુદ્ધ જ મોરચો ખોલતા ભાજપમાં ચર્ચાઓ શરૂ થઇ ગઈ છે. 

સુરત ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજુ અગ્રવાલે (Raju Agrawal) સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકીને પોતાનો વિચાર રજૂ કર્યો છે. તેમને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, સી. આર. પાટીલ જ ભારતીય જનતા પાર્ટી છે, એવું બતાવવાનું ભાજપના પ્રદેશ અધ્યક્ષે બંધ કરી દેવું જોઈએ છે. કારણ કે તેમના નિવેદનોથી ભાજપના સક્ષમ કાર્યકરોનું અપમાન થાય છે. તેવો સીધો આક્ષેપ રાજુ અગ્રવાલે પોતાની પોસ્ટમાં કર્યો છે.

રાજુ અગ્રવાલની આ પોસ્ટથી શહેર ભાજપમાં હડકંપ આવી ગયો છે. કારણ કે સી.આર. પાટીલ હાલ ભાજપના કદાવર અને સુપ્રીમો નેતા છે. તેવામાં ભાજપના કોર્પોરેટરની આ પોસ્ટે ચર્ચા તો જગાવી જ છે. આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ભાજપ હાઈ કમાન્ડ દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સમગ્ર રાજ્યનો પ્રવાસ કરીને કાર્યકરો તેમજ આગેવાનોની રૂબરૂ મુલાકાત લઈને પરિસ્થિતિનું આકલન પણ કરી રહ્યા છે. સેલવાસ ખાતે એક જાહેર સમારંભમાં સી.આર. પાટીલે ટિકિટ માટે દોડધામ કરનારા કાર્યકરો અને અગ્રણીઓની આકરા શબ્દોમાં ઝાટકણી પણ કાઢી હતી. નેતાઓને સ્ટેજ પર પણ નહીં બેસવાની તેમણે સલાહ આપી હતી.

ત્યારે સી.આર. પાટિલના કડક અને એક તરફી વહીવટનો વિરોધ કરતી આ પોસ્ટ હાલ ભાજપ માટે ચર્ચાનો વિષય જરૂરથી બની ગઈ છે. રાજુ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે સક્ષમ અને મહેનત કરતા કાર્યકરોને કારણે પક્ષ બને છે અને મજબૂત થાય છે. ભારતીય જનતા પક્ષ સી.આર. પાટીલનો નહીં પણ સક્ષમ કાર્યકરોનો પક્ષ છે. કાર્યકરો ફિલ્ડમાં મહેનત કરતા હોય છે ત્યારે જીત મળતી હોય છે. પણ જાહેરમાં વિવાદાસ્પદ નિવેદનો આપીને સી.આર. પાટીલ કાર્યકરોનું અપમાન કરી રહ્યા છે. તેમના નિવેદનો ઉપરથી તો સ્પષ્ટ જણાય છે કે જે કાર્યકરો તેમની ચાપલુસી કરે છે તેને જ ટિકિટ મળે છે તેવો આક્ષેપ પૂર્વ કોર્પોરેટરે કર્યો છે.

આ પણ વાંચો : Surat: મોદી સમાજના માનહાની કેસમાં રાહુલ ગાંધીને ફરી 29 ઓક્ટોબરે સુરત કોર્ટમાં હાજર રહેવા આદેશ

આ પણ વાંચો : SURAT : મંત્રીઓને ઇલેક્ટ્રીક વાહનો આપવા અંગે નિર્ણય લેવાઇ શકે છે : પૂર્ણેશ મોદી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">