ગુજરાતના ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં પણ પોલીસ ગ્રેડ પેના મુદ્દે રેલી

સુરતમાં પણ આંદોલનની શરૂઆત થઈ છે. જેમાં પીપલોદ લાઇનમાં પોલીસ પરિવારે ગ્રેડ પે વધારાની માંગ સાથે રેલીનું આયોજન કર્યું હતું. તેમજ ગ્રેડ પે વધારાના સમર્થનમાં થાળી વગાડી રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં(Gujarat)  પોલીસ ગ્રેડ પે(Grade Pay )  વધારાને લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના(Harsh Sanghvi)  હોમ ટાઉન સુરતમાં(Surat)  પણ આંદોલનની શરૂઆત થઈ છે. જેમાં પીપલોદ લાઇનમાં પોલીસ પરિવારે ગ્રેડ પે વધારાની માંગ સાથે રેલીનું આયોજન કર્યું હતું. તેમજ ગ્રેડ પે વધારાના સમર્થનમાં થાળી વગાડી રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો.

જો કે આ આંદોલન મુદ્દે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આ મુદ્દે તપાસ કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. તેમજ ગુહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના વિરોધ પ્રદર્શન કરી રહેલા પોલીસ પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી હતી. તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની હૈયાધારણ પણ આપી હતી.

ગુજરાત પોલીસમાં ગ્રેડ પે વધારવા માટેનું આંદોલન વધુ વેગવંતુ બન્યું છે. જેમાં ગ્રેડ પે અને પગાર વધારાની માગ સાથે ઠેરઠેર આંદોલન અને ધરણા થઈ રહ્યા છે. હક માટેની લડાઈ લડવા સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે. ગ્રેડ પે વધારાના મામલે પોલીસ પરિવાર ગાંધીનગરમાં રોડ પર આવ્યા છે.

સત્યાગ્રહ છાવણી પર પોલીસ પરીવાર ધરણા પર બેઠા છે. તેમજ અન્ય કર્મચારીની સાપેક્ષમાં પોલીસ કોન્સ્ટેબલના પગારધોરણ ઓછા હોવાની રાવ સાથે પોલીસ પરીવારે વિરોધ નોંધાવ્યો છે.તો બીજી સરકાર પણ અડગ છે.

આ પણ વાંચો : ગુજરાત રાજય કાનુની સેવા સત્તામંડળની પાન ઈન્ડીયા અવેરનેસ એન્ડ આઉટરીચ કેમ્પેઇનથી કાયદાકીય જાગૃતિનો ભગીરથ પ્રયાસ

આ પણ વાંચો : ગુજરાતમાં બાળકોના રસીકરણ માટે આરોગ્ય વિભાગ સજ્જ, આવું છે સમગ્ર આયોજન

Click on your DTH Provider to Add TV9 Gujarati