ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કરેલા ખર્ચ મુદ્દે વિવાદ, વિપક્ષે શાસક પર ઉઠાવ્યા સવાલ

|

Jun 10, 2022 | 7:36 AM

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી (GMC Election) દરમિયાન ભારતીય જનતા પાર્ટીના 41 ઉમેદવારોએ આપેલી ખર્ચની વિગતો મુદ્દે વિરોધપક્ષે વાંધો ઉઠાવ્યો છે.

ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કરેલા ખર્ચ મુદ્દે વિવાદ, વિપક્ષે શાસક પર ઉઠાવ્યા સવાલ
Controversy Over GMC Election Expenditure

Follow us on

ગાંધીનગર (Gandhinagar) મહાનગરપાલિકાની ચૂંટણી (Municipal Election) દરમિયાન ભાજપના 44માંથી 41 ઉમેદવારોના ચૂંટણી ખર્ચનો (Election Expenditure) મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. આ મુદ્દે ગાંધીનગર મનપાના વિરોધ પક્ષના નેતા અને અન્ય ફરિયાદીએ ફરી એકવાર પુરાવા કલેક્ટર સમક્ષ રજૂ કર્યા છે અને કાયદાકીય પગલાં લેવા માગણી કરી છે. આ સમગ્ર મુદ્દે કલેક્ટરે (Collector) 23મી જૂને હિયરિંગ મોટે બોલાવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ખર્ચની વિગતો મુદ્દે વિરોધપક્ષે વાંધો ઉઠાવ્યો

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના 41 ઉમેદવારોએ આપેલી ખર્ચની વિગતો મુદ્દે વિરોધપક્ષે વાંધો ઉઠાવ્યો છે. ચૂંટણી બાદ આ સમગ્ર મુદ્દે ફરિયાદીએ ચૂંટણીપંચનું ધ્યાન દોર્યું હતું. ફરિયાદીનું કહેવું છે કે, 41 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોનો ચૂંટણી ખર્ચ એક સરખો જ કેવી રીતે હોઈ શકે ? મહત્વનું છે કે, ભાજપના 45માંથી 41 ઉમેદવારોએ ચૂંટણીનો ખર્ચ 1,33,380 રૂપિયા દર્શાવ્યો હતો.

Published On - 7:35 am, Fri, 10 June 22

Next Article