Gandhinagar: વિધાનસભા બહાર વિરોધ કરતા કૉંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, ધારાસભ્યોને અટકાવવાનો મુદ્દો ગૃહમાં ગાજ્યો

Gandhinagar: વિધાનસભા બહાર વિરોધ કરતા કૉંગ્રેસના ધારાસભ્યોની અટકાયત, ધારાસભ્યોને અટકાવવાનો મુદ્દો ગૃહમાં ગાજ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 2:25 PM

કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ''ભાજપની સરકાર યુવાનોનું ભવિષ્ય ફોડીને તેમનું ભાવિ અંધકારમય બનાવી રહી છે. 14-14 વખત પેપર ફૂટવાનો અર્થ સ્પષ્ટ છે કે સરકારની મિલીભગત છે.''

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election) જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ગુજરાતમાં વિરોધનો દૌર પણ જાણે વધતો જઇ રહ્યો છે. કોંગ્રેસ (Congress) દ્વારા આજે પણ ગુજરાતમાં ખાલી પડેલી જગ્યા પર ભરતી (Recruitment) બહાર પાડવા અને ગુજરાતમાં વારંવાર થઇ રહેલા પેપર લીકને (Paper leak )લઇને વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ દ્વારા પહેલેથી જ આ મુદ્દાઓને લઇને વિધાનસભાનો ઘેરાવ કરવાનું આયોજન હતુ. જો કે કોંગ્રેસના આયોજનને પગલે પહેલેથી ખડકી દેવાયેલા પોલીસ કાફલાએ કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લીધી. જે મામલે કોંગ્રેસ ધારાસભ્ય વિક્રમ માડમે  વિધાનસભા અધ્યક્ષ સમક્ષ રજુઆત પણ કરી.

વનરક્ષકની ભરતીનું પેપર લીક થયા બાદ ફરી એકવાર પાટનગર પેપર લીક મુદ્દે ગુંજી ઉઠ્યું છે. ફરી એકવાર પેપરલીક મુદ્દે રાજકારણ ગરમાયું છે. વિધાનસભા બહાર કૉંગ્રેસના ધારાસભ્યોએ પોસ્ટર દર્શાવીને વિરોધ પ્રદર્શન કર્યું છે. કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે ”ભાજપની સરકાર યુવાનોનું ભવિષ્ય ફોડીને તેમનું ભાવિ અંધકારમય બનાવી રહી છે. 14-14 વખત પેપર ફૂટવાનો અર્થ સ્પષ્ટ છે કે સરકારની મિલીભગત છે.” તેમણે આક્ષેપ કર્યો કે ”સરકારમાં બેઠેલા મળતિયાઓને લાભ કરાવવા માટે અને રાજ્યના સામાન્ય યુવાનોને અન્યાય કરવા માટે ભરતીનું નાટક કરવામાં આવે છે.આજે ગુજરાતના યુવાનો આક્રોશ સાથે ગાંધીનગર આવવા માગે છે. પરંતુ તેમને રસ્તામાં જ અટકાવી દેવામાં આવે છે.”

તો બીજી તરફ વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યોને રોકવાનો મુદ્દો ઉછળ્યો. કૉંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે વિધાનસભાના અધ્યક્ષ સમક્ષ રજૂઆત કરી કે પીએસઆઈ જાડેજા દ્વારા આજે કૉંગ્રેસના ધારાસભ્યોને રોકવામાં આવ્યા. જે અંગે અધ્યક્ષે સ્પષ્ટતા કરી કે તેઓએ ધારાસભ્યોને રોકવા અંગેની કોઈ જ સૂચના આપેલી નથી. જે બાદ વિપક્ષે ગૃહમાં હોબાળો મચાવી દીધો હતો. વિપક્ષે સવાલ કર્યો કે પેપર સરકાર ફોડે અને પોલીસ અટકાયત કૉંગ્રેસના ધારાસભ્યોની કરે તે કેટલું યોગ્ય છે ?

આ પણ વાંચો-

શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પરીક્ષાની વ્યવસ્થાની સમીક્ષા કરી, બોર્ડ દ્વારા કરવામાં આવતા મોનિટરીંગની વિગતો પણ મેળવી

આ પણ વાંચો-

રાજ્યના 7 મહાનગર અને 2 નગરપાલિકામાં આવતીકાલથી ફરી શરૂ થશે મધ્યાહન ભોજન યોજના, શિક્ષણ પ્રધાન કરાવશે યોજનાનો પ્રારંભ

g clip-path="url(#clip0_868_265)">