ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે જેની ઠુંમરની નિમણૂંક, જાણો કોણ છે જેની ઠુંમર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)માટે મહત્વની છે. બંને પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર પણ શરુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં તેના પ્રદેશ માળખામાં બદલાવ લાવવાની સાથે મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે જેની ઠુંમરની વરણી કરી છે.
ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat Assembly Election 2022) માટે રાજકીય પક્ષોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માર્ચમાં પૂર્ણ થઈ હતી, તેથી હવે રાજકીય પક્ષોએ ગુજરાતની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. સાથે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress)માટે મહત્વની છે. બંને પક્ષ દ્વારા પ્રચાર પ્રસાર પણ શરુ કરી દેવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં તેના પ્રદેશ માળખામાં બદલાવ લાવવાની સાથે મહિલા કોંગ્રેસના પ્રમુખ પદે જેની ઠુંમરની વરણી કરી છે. જેથી આગામી ચૂંટણી માટે મહિલાઓના પ્રશ્નો અંગે જાગૃતિ ફેલાવી મહિલા મતદારોની વોટબેંક મજબુત કરી શકાય.
ગુજરાત મહિલા કૉંગ્રેસના પ્રમુખ પદે જેની ઠુંમરની વરણી કરાઈ છે. તેમણે કહ્યું કે, તેઓ મહિલાઓના મુદ્દાઓ ઉઠાવશે. તેમણે આરોપ લગાવ્યો કે, હાલ મહિલાઓ ત્રસ્ત છે. અનેક સમસ્યાઓનો સામનો કરી રહી છે. ત્યારે મહિલાઓને વધુમાં વધુ મહિલાઓને તેમની સાથે જોડશે અને મહિલાઓનો અવાજ વધુ બુલંદ બનાવશે. જેની ઠુંમર ધારાસભ્ય વિરજી ઠુંમરના પુત્રી છે. તેઓ હાલ કોંગ્રેસમાં જનરલ સેક્રેટરી તરીકે હતા. 2015-2018 તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચુક્યા છે.
મહત્વનું છે કે ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે(Congress) તેની સોશિયલ મીડિયા(Social Media) ટીમનું પણ પુનર્ગઠન કર્યું છે. જેમાં મતદારોને પાર્ટીના વિશે માહિતગાર કરવા અને ફેક ન્યૂઝ સામે લડવા માટે 200 કાર્યકરોને જોડ્યા છે. પાર્ટીના પ્રવક્તાએ રવિવારે આ જાણકારી સમાચાર આપી હતી. કોંગ્રેસના ગુજરાતના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ પીટીઆઈને જણાવ્યું હતું કે નવા કાર્યકરોમાં જિલ્લા અને મેટ્રો સ્તરે 41 પ્રમુખ, 15 ઉપપ્રમુખ, 30 મહાસચિવ, 44 સચિવ અને 60 કાર્યકારી સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો-
Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ
આ પણ વાંચો-