સાબરકાંઠાના ઉમેદવારને લઈને ચાલી રહેલા અસંતોષ મુદ્દે CMની મેરેથોન બેઠક, સમાધાન અંગે સસ્પેન્સ યથાવત

|

Mar 30, 2024 | 8:37 PM

સાબરકાંઠામાં ભાજપની મુશ્કેલી સતત વધી રહી છે. પાર્ટીએ પહેલા ભીખાજી ઠાકોરને ટિકિટ આપી જે બાદ અટકના વિવાદ સામે આવતા શોભનાબેન બારૈયાને ટિકિટ આપી. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાને ટિકિટ અપાતા ભાજપના કાર્યકર્તાઓ અકળાયા અને શરૂ થયો શોભનાબેનનો વિરોધ, આ વિરોધના અગ્નિને ઠારવા માટે જ આજે સીએમએ હોદ્દેદારો સાથે ત્રણ કલાક સુધી બેઠક કરી હતી.

સાબરકાંઠામાં ભાજપની મુશ્કેલી ઓછી થવાનું નામ નથી લઈ રહી. આ વખતો લોકસભા ચૂંટણી સમયે ઉમેદવારોની પસંદગીને લઈને ભાજપમાં ઠેર ઠેર ઉકળતા ચરુની સ્થિતિ જોવા મળી રહી છે. જેમા સાબરકાંઠાની વાત કરીએ તો ત્યાંથી ભાજપે પહેલા ભીખુજી ઠાકોરને ટિકિટ આપી. જે બાદ ઉમેદવાર બદલ્યા અને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી. કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારને ટિકિટ આપતા જ કાર્યકરોનો રોષ ફાટી નીકળ્યો છે અને છેલ્લા કેટલાય દિવસોથી શોભનાબેનનો સતત વિરોધ થઈ રહ્યો છે.

મેરેથોન બેઠકમાં મઠાગાંઠ ઉકેલાઈ કે નહીં તેના પર સસ્પેન્સ

આ વિરોધને શાંત પાડવા માટે આજે સીએમ નિવાસસ્થાને હોદ્દેદારોની 3.30 કલાક સુધી મેરેથોન બેઠક ચાલી હતી. જેમા દરેક હોદ્દેદારને સાભળવામાં આવ્યા અને વન ટુ વન બેઠક પણ કરવામાં આવી. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકર અને ગૃહરાજ્યમંત્રીએ તમામ હોદ્દેદારોને સાંભળ્યા હતા. તમામને વન ટુ વન બોલાવીને લોકસભાની સ્થિતિ અંગે તાગ મેળવવામાં આવ્યો હતો. બંધ બારણે મળેલી આ બેઠકમાં સાબરકાંઠામાં ચાલી રહેલા વિરોધમાં પડદા પાછળની ભૂમિકા ભજવનારા સંગઠનના લોકો અંગે પણ જાણકારી મેળવાઈ હતી. બધા જ હોદ્દેદારોને મીડિયામાં સૂચના આપી દેવાઈ છે.

બેઠક બાદ તમામ હોદ્દેદારોએ મીડિયાના સવાલ આપવાનું ટાળ્યુ

જો કે આ મેરેથોન બેઠક પૂર્ણ થઈ ગઈ પરંતુ સસ્પેન્સ હજુ યથાવત છે. વિવાદ શમ્યો કે નહીં એ બાબત હજુ અસ્પષ્ટ છે. બેઠકમાં હાજર એકપણ સ્થાનિક હોદ્દેદારે મીડિયા સાથે વાત કરવાનુ ટાળ્યુ હતુ. આ બેઠકની ફળશ્રૃતિ શું રહી તે બાબતે પણ હોદ્દેદારે મીડિયા સમક્ષ કંઈપણ કહેવાનુ ટાળ્યુ હતુ. ત્યારે હવે જોવુ રહ્યુ કે સાબરકાંઠાથી હવે ઉમેદવારને લઈને વિરોધના સૂર આવે છે કે વિરોધ પર ફુલ સ્ટોપ લાગી જાય છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સાબરકાંઠાના વિરોધમાં પડદા પાછળની ભૂમિકા અંગે ચર્ચા

ભાજપની હંમેશા એક પેટર્ન રહી છે કે આવા વિષયો પર જ્યારે બેઠક મળી હોય છે ત્યારે બેઠકમાં શું ચર્ચા થઈ તે અંગે ખૂલીને કોઈ ક્યારેય બોલતુ નથી. આજની બેઠકમાં પણ એ જ જોવા મળ્યુ. સાબરકાંઠામાં ઉમેદવારની નારાજગીને લઈને પડેલી મડાગાંઠ ઉકેલાઈ કે ન ઉકેલાઈ તે જાણવાનો મીડિયા દ્વારા ભરપૂર પ્રયાસ થયો પરંતુ એકપણ હોદ્દેદારે કંઈપણ બોલ્યા વિના ત્યાંથી નીકળી ગયા હતા. જો કે હવે પ્રદેશ સંગઠન અને સ્થાનિક સંગઠન એ ક્યા પ્રકારે આગળ વધે છે અને સ્થાનિક ઉમેદવાર અંગે શું ચર્ચા વિચારણા થઈ છે તે તો આવનારો સમય જ બતાવશે.

આ પણ વાંચો: કોંગ્રેસ સંગઠનની બેઠકમાં ઉઠ્યો રૂપાલાના નિવેદનનો મુદ્દો, શક્તિસિંહે કહ્યું માત્ર મહારાજાઓનું નહીં સમગ્ર સમાજનું કર્યુ અપમાન- વીડિયો

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article