સી.એમ-ડેશબોર્ડ દેશભરમાં ગુજરાતની પહેલ ,CM થી CITIZENને જોડતી ટેક્નોલોજી આધારિત સંકલિત વ્યવસ્થા

સી.એમ-ડેશબોર્ડની (Dashboard) આ અભિનવ પહેલની વિસ્તૃત વિગતો કેરાલા પ્રતિનિધિમંડળને આપતા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 26 સરકારી વિભાગો તથા જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ દ્વારા જનહિતકારી યોજનાના લાભ, એસ.ટી, લાઇટ, પાણી જેવી પાયાની સુવિધા સરળતાએ મળે છે.

સી.એમ-ડેશબોર્ડ દેશભરમાં ગુજરાતની પહેલ ,CM થી CITIZENને જોડતી ટેક્નોલોજી આધારિત સંકલિત વ્યવસ્થા
CM-Dashboard Gujarat's initiative across the country
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 5:45 PM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે કાર્યરત CM થી CITIZEN ને જોડતા સી.એમ-ડેશબોર્ડની સમગ્ર કાર્યપ્રણાલિના અભ્યાસ અને તલસ્પર્શી નિરીક્ષણથી જાતમાહિતી માટે કેરાલા (Kerala) સરકારના મુખ્ય સચિવ વી.પી.જોયએ આ ડેશબોર્ડની (Dashboard) મુલાકાત લીધી હતી.

મુખ્યમંત્રી નિવાસસ્થાને તેઓ અઢી-ત્રણ કલાક સુધી રોકાણ કરીને સી.એમ-ડેશબોર્ડની સંપૂર્ણ વિગતોથી વાકેફ થયા હતા. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને સચિવએ તેમને સી.એમ-ડેશબોર્ડની વિશેષતાઓ અને સર્વગ્રાહી કાર્યપદ્ધતિ સમજાવી હતી. મુખ્ય સચિવ પંકજકુમાર પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

કેરાલાના મુખ્ય સચિવએ ગુજરાતે અદ્યતન ટેક્નોલોજીનો સંપૂર્ણ રિયલ ટાઇમ મોનિટરીંગ ક્ષેત્રે ઉપયોગ કરીને વિકસાવેલી દેશભરમાં પહેલરૂપ આ કાર્યપદ્ધતિની પ્રસંશા કરી હતી. તેમણે કહ્યું કે લોકોને મળતી વિવિધ સરકારી સેવાઓના મોનિટરીંગની આ પદ્ધતિ અને લાભાર્થીઓના ફિડબેક મેળવવાનું સમગ્ર કાર્યતંત્ર સુશાસનની આગવી દિશા છે.

આ પણ વાંચો

વી.પી. જોયે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લીક ડીલીવરી સર્વિસીસ સિસ્ટમ અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તેમજ રિયલ ટાઇમ મોનિટરીંગ માટે ગુજરાતે અપનાવેલી આ પહેલનો અભ્યાસ કરવા આપેલા સૂઝાવને પગલે તેઓ કેરાલાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સી.એમ-ડેશબોર્ડથી માહિતગાર થવા આવેલા છે.

સી.એમ-ડેશબોર્ડની આ અભિનવ પહેલની વિસ્તૃત વિગતો કેરાલા પ્રતિનિધિમંડળને આપતા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં 26 સરકારી વિભાગો તથા જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ દ્વારા જનહિતકારી યોજનાના લાભ, એસ.ટી, લાઇટ, પાણી જેવી પાયાની સુવિધા સરળતાએ મળે છે તેની બધી જ જાણકારી ગાંધીનગરથી સી.એમ-ડેશબોર્ડના માધ્યમથી રિયલ ટાઇમ મોનિટરીંગ થઇ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લા અને અલગ અલગ તમામ વહીવટી વિભાગ તથા તેની યોજનાઓને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પર 3,400 પૂર્વનિર્ધારિત ઇન્ડીકેટર્સ દ્વારા મોનીટર કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પરથી જ મુખ્યમંત્રી દ્વારા રાજ્યના તમામ મહત્વપૂર્ણ અધિકારીઓના વહીવટી કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે.

એટલું જ નહિ, કોરોના મહામારી દરમ્યાન હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સપ્લાય, દવાઓની ઉપલબ્ધિ વગેરે અંગે પણ આ ડેશબોર્ડની વિડીયો વોલ દ્વારા સંપૂર્ણ વિગતો મેળવી શકાઇ હતી.કેરાલાના મુખ્ય સચિવએ બધી જ બાબતો વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો અને લાભાર્થી ફિડબેક સિસ્ટમની જે પદ્ધતિ કાર્યરત છે તેની પણ સરાહના કરી હતી.

આ પણ વાંચો :ડાંગ : સાપુતારામાં વિસ્થાપિત પરિવારોને 53 વર્ષે મળ્યો ન્યાય, 42 જમીનધારકના પરિવારોને અપાયા હક્ક પત્રો

આ પણ વાંચો :IPL 2022: ખરાબ ફોર્મની ચિંતા કર્યા વગર વિરાટ કોહલીએ ‘O Antava’ ગીત પર કર્યો ડાન્સ, જુઓ વીડિયો

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">