હવે ગુજરાતી ભાષામાં પણ થશે Koo, CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષામાં એપ કરી લોન્ચ

|

Dec 23, 2021 | 1:47 PM

ભારતનું માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ Koo એપ હવે હિન્દી, મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, આસામી, પંજાબી, બંગાળી અને અંગ્રેજી સહિત 10 ભાષામાં કામ કરશે. તાજેતરમાં જ એપનું ગુજરાતી સંસ્કરણ લોન્ચ કરવામાં આવ્યું.

હવે ગુજરાતી ભાષામાં પણ થશે Koo, CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષામાં એપ કરી લોન્ચ
CM Bhupendra Patel launched Koo app in Gujarati language

Follow us on

Koo App Gujarati Language: માઇક્રોબ્લોગિંગ કૂ (koo) એપ 22 ડિસેમ્બર બુધવારે ગુજરાતી ભાષામાં લોન્ચ કરવામાં આવી. સ્વદેશી એપ કૂનું ગુજરાતી સંસ્કરણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું. આ સાથે હવે રસ ધરાવતા લોકો આ એપ પર ગુજરાતી ભાષામાં પણ પોસ્ટ શેર કરી શકશે. તમને જણાવી દઈએ કે આ જ મહિનામાં કંપની દ્વારા પંજાબી ભાષામાં પણ એપ લોન્ચ કરવામાં આવી હતી, જેને સીએમ ચરણજીત સિંહ ચન્નીએ લોન્ચ કરી હતી.

ગુજરાતી ભાષામાં લોન્ચ વિશે માહિતી આપતા, એપના સહ-સ્થાપકએ લખ્યું, “અમને ખુશી છે કે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કૂ એપ પર ગુજરાતી ભાષા લોન્ચ કરી છે.”

Koo App

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

તમને જણાવી દઈએ કે કૂ એપની સ્થાપના માર્ચ 2020માં કરવામાં આવી હતી અને લોકોમાં આ સોશિયલ મીડિયા સાઈટ ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. લોકો આ એપ પર દેશી ભાષામાં પોસ્ટ કરે છે. Koo એ લોન્ચ થયા પછી માત્ર 20 મહિનાના ગાળામાં 10 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ મેળવ્યા છે. જેમાં મોટાભાગના યુઝર્સ સક્રિયપણે હિન્દી ભાષામાં પોસ્ટ લખે છે અને શેર કરે છે. સાથે જ પંજાબી અને ગુજરાતી ભાષાને પણ આ એપ સાથે જોડવામાં આવી છે.

જણાવી દઈએ કે ગુજરાતી લોન્ચ સાથે, કૂ (Koo) એપ હવે હિન્દી, મરાઠી, કન્નડ, તમિલ, તેલુગુ, આસામી, પંજાબી, બંગાળી અને અંગ્રેજી સહિત 10 ભાષાઓને સપોર્ટ કરે છે. તો આગળ જતા ભારતમાં તમામ 22 સત્તાવાર ભાષાઓને આવરી લેવાનો કંપનીનો પ્લાન છે.

 

આ પણ વાંચો: રામ મંદિર પર આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ! ઉત્તર પ્રદેશના ડાયલ 112 પર મોકલવામાં આવ્યો મેસેજ

Next Article