રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ધોરણ-10માં ગ્રેસીંગ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ પણ ડીપ્લોમામાં પ્રવેશ મેળવી શકશે
SSC ધોરણ-10માં ગ્રેસીંગ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ ડીપ્લોમામાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી બનાવી શકે તેવો એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.

GANDHINAGAR : રાજ્યમાં SSC ધોરણ-10માં ગ્રેસીંગ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓનું કોઈ ભવિષ્ય ન હતું. આવા સેંકડો વિદ્યાર્થીઓના હિતની ચિંતા નવા વર્ષે રાજ્યના શિક્ષણ વિભાગે કરી છે. SSC ધોરણ-10માં ગ્રેસીંગ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ ડીપ્લોમામાં વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી બનાવી શકે તેવો એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે.
આ અંગે રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે SSC ધોરણ-10માં ફક્ત સારી ટકાવારી વિના પાસ થયા બાદ વધુ અભ્યાસ કે અન્ય ઉચ્ચ ફેકલ્ટીમાં કારકિર્દી બનાવવા માટે પાસીંગ ગ્રેડ આધારિત કોઈ વિકલ્પ ન હતો. આથી દર વર્ષે રાજ્યની ડીપ્લોમા કેલોજોમાં ઘણી બેઠકો ખાલી પડતી હતી. આથી આ વર્ષે SSC ધોરણ-10માં પાસીંગ ગ્રેડ સાથે ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓ ડીપ્લોમાં અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકશે. રાજ્યના શિક્ષણ વિભાગના આ નિર્ણયથી ડીપ્લોમાં કોલેજોની બેઠકો ખાલી નહિ રહે અને આ વિદ્યાર્થીઓ પણ પોતાની શૈક્ષણિક કારકિર્દી આગળ ધપાવી શકશે.
રાજ્યના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે SSC ધોરણ-10માં ગ્રેસીંગ માર્ક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા હજારોમાં છે. આવા વિદ્યાર્થીઓની સંખ્યા 30,000 થી વધુ છે અને સામે ડીપ્લોમાં કોલેજોમાં એટલી જ બેઠકો ખાલી પડી છે. પોલીટેકનીક વિષયમાં આ વિદ્યાર્થીઓ આગળ જઈ શકે અને પોતાનું ભવિષ્ય બનાવી શકે એ માટે રાજ્ય સરકારે અને મુખ્યપ્રધાનના માર્ગદર્શનમાં રાજ્યના શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી SSC ધોરણ-10માં ગ્રેસીંગ માર્ક સાથે પાસ થનારા વિદ્યાર્થીઓ પણ પોલીટેકનીક કોલેજોમાં પ્રવેશ મેળવી શકશે.
નૂતન વર્ષના અવસરે રાજ્યમાં S.S.C. માં ગ્રેસિંગ માર્ક્સ સાથે પાસ થયેલા 30,000 થી વધુ વિદ્યાર્થીઓ ને પોલિટેકનિક કોલેજ માં પ્રવેશ મેળવી શકે, એવો વિધાર્થીલક્ષી નિર્ણય કર્યો છે ત્યારે આ વિદ્યાર્થીઓ પ્રવેશ પ્રક્રિયા માટે સમયસર ભાગ લઈ, પોતાની ઉજ્જ્વળ ભવિષ્યનું ઘડતર કરે તેવી શુભકામનાઓ. pic.twitter.com/EXNMRkf0uz
— Jitu Vaghani (@jitu_vaghani) November 5, 2021