Monsoon 2023 : જામનગરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી નથી ઓસર્યા, સ્થાનિકોને રોગચાળો ફેલાવવાનો ભય, જુઓ Video
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે રાજયના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા.જામનગરમાં વરસાદે વિરામ લીધાને એક અઠવાડિયાનો સમય વિતી ગયો છે.
Monsoon 2023 : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર રાજ્યમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે રાજયના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જામનગરમાં વરસાદે વિરામ લીધાને એક અઠવાડિયાનો સમય વિતી ગયો છે. છતા કેટલાક વિસ્તારમાંથી પાણી ઓસર્યા નથી.
આ પણ વાંચો :Monsoon 2023 : અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં પડ્યો ભૂવો, AMCની પ્રિ-મોન્સૂન કામગીરીની ખોલી પોલ, જુઓ Video
શહેરના ગુલાબ નગર પાસેની વૃંદાવન ધામ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયેલા રહેતા અહીંના સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સોસાયટીના આશરે 500 જેટલા મકાનમાં રહેતા લોકોને હાલાકી પડી રહી છે. એક તરફ પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી તો બીજી તરફ ઉભરાતી ગટરથી લોકો પરેશાન છે. સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોને ઘરથી બહાર નિકળવુ મુશ્કેલ પડ્યુ છે.
Latest Videos
Latest News