Monsoon 2023 : અમદાવાદમાં વાતાવરણમાં પલટો, વીજળીના કડાકા સાથે વરસ્યો વરસાદ
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. સમગ્ર શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે.
Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. સમગ્ર શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો છે. હવામાન વિભઆગે આજે ( 6 જુલાઈ ), 7 જુલાઈ અને 8 જુલાઈના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલની આગાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યમાં જુનાગઢ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી, જુઓ Video
સાબરકાંઠામા ધોધમાર વરસાદ
મોડી રાત્રી દરમિયાન સાબરકાંઠાના હિંમતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં મુશળધાર ખાબક્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં 2 કલાકમાં જ 2 ઈંચ વરસાદ વરસ્યો છે. તો તલોદમાં રાત્રી દરમિયાન અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. હિમતનગર શહેરની આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં કાંકણોલ, આગિયોલ, બેરણા, નવા અને ડેમાઈ સહિતના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા માહોલ તોફાની વરસાદ સ્વરુપ બન્યો હતો.
અમરેલી,ભાવનગરમાં રેડ એલર્ટ
તો આજે 6 જુલાઈએ જામનગર, ગીર સોમનાથ, સુરત,નવસારી,અમરેલી, વડોદરા, છોટા ઉદેપુર, અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો આ તરફ વલસાડ,દમણમાં ધોધમાર વરસાદ વરસવાની સંભાવના છે. 7 જુલાઈએ અમરેલી,ભાવનગર અને આણંદમાં વરસાદી રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો રાજકોટ,જૂનાગઢ, નર્મદા,તાપી, ડાંગ,ગીર સોમનાથ, અમદાવાદ,વડોદરા, છોટા ઉદેપુરમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત,નવસારી,દમણ અને વલસાડ માં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.