Gujarat Assembly Election 2022 : વિધાનસભા ચૂંટણી પૂર્વે રવિવારથી ભાજપની બે દિવસીય ચિંતન બેઠક, આ રાષ્ટ્રીય નેતાઓ રહેશે હાજર

Gujarat Assembly Election 2022 : વિધાનસભા ચૂંટણી પૂર્વે રવિવારથી ભાજપની બે દિવસીય ચિંતન બેઠક, આ રાષ્ટ્રીય નેતાઓ રહેશે હાજર
Bjp Symbolice Image

ગુજરાત ભાજપ(BJP) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ  બેઠક યોજાશે. આ ચિંતન બેઠકમાં બે દિવસ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આગામી ચૂંટણી સુધીની યોજના માટે ચિંતન બેઠક યોજાશે. આ બેઠકમાંચૂંટણીમાં કઈ રીતે જીત મળે તેને લઈને ચિંતન અને મનન કરવામાં આવશે.

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

May 14, 2022 | 5:36 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 )  પૂર્વે રવિવારથી ભાજપની(BJP) બે દિવસીય ચિંતન બેઠક અમદાવાદ(Ahmedabad)  જિલ્લાના બાવળા ખાતે કેન્સવિલે કલબમાં યોજાશે. જેમાં તારીખ 15 અને 16 મે ના ચિંતન શિબિર યોજાશે. રાષ્ટ્રીય નેતાઓના માર્ગદર્શનના નેતૃત્વમાં ચિંતન બેઠક યોજાશે. ત્યારે રવિવારની બેઠકમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ તથા સુધીર ગુપ્તા સહિતના નેતાઓની હાજરી રહેશે. જ્યારે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આ  બેઠક યોજાશે. આ ચિંતન બેઠકમાં બે દિવસ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. આગામી ચૂંટણી સુધીની યોજના માટે ચિંતન બેઠક યોજાશે. આ બેઠકમાંચૂંટણીમાં કઈ રીતે જીત મળે તેને લઈને ચિંતન અને મનન કરવામાં આવશે.  ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત ભાજપની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાજપમાં  ભરતી મેળો શરૂ

આ દરમ્યાન વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ માં જાણે ભરતી મેળો શરૂ થઈ ગયો છે. ગાંધીનગર કમલમમાં આજે સુરેન્દ્રનગરના NSUI અને યુથ કૉંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા છે. સુરેન્દ્રનગર NSUIના પ્રમુખ યુવરાજસિંહ ચુડાસમા તેમની ટીમ સાથે ભાજપમાં સામેલ થયા છે. સાથે જ સુરેન્દ્રનગર જિલ્લા NSUIના મંત્રી, મહામંત્રી, ચોટીલા, મૂળી,સાયલા, ચુડા,લખતર, લીંબડી, ધાંગધ્રા NSUIના પ્રભારી તેમની ટીમ સાથે ભાજપમાં જોડાયા છે. ભાજપના આગેવાનો અને નેતાઓએ કૉંગ્રેસના આગેવાનું ટોપી અને કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું હતું. બીજીતરફ બહુચરાજીના કટોસણના રાજવી પરિવારના યુવરાજ ધર્મપાલસિંહ પણ ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલા બંને મુખ્ય આગેવાનોએ કહ્યું કે તેઓ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે. તેમણે આક્ષેપ કર્યો કે કૉંગ્રેસમાં જૂથવાદ ચાલી રહ્યો છે, પરિવર્તન અને નેતૃત્વનો અભાવ છે.

ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર

બીજી બાજુ આમ આદમી પાર્ટી પણ ધીમી ગતીએ ગુજરાતમાં પગપેસારો કરી રહી છે. ભાજપના પગલે તેણે પણ રાજકીય અને સામાજિક ક્ષેત્રે મહત્ત્વની ગણાતી વ્યક્તિઓને પોતાના પક્ષમાં લાવવાની કોશિશ શરૂ કરી દીધી છે. આજે ભાજપની યુવા પાંખ બીજેવાયએમના પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ વિકાસ દુબે અને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા વચ્ચે થઇ બેઠક થઈ હતી. આમ આદમી પાર્ટીમાં જોડાવવા મુદ્દે થઈ ચર્ચા થઈ હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલય ખાતે વિકાસ દુબે અને પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા અને ઈશુદાન ગઢવી સાથે થઈ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે.

(With Input, Harin Matravadiya) 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati