AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ખેડૂતોને ઝીરો ટકા પાક ધિરાણ યોજના હેઠળ 417 કરોડ રૂપિયાની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવાશે

ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર કહ્યું હતું રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં ખેડૂતોને પાક- ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 04 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે.

ગુજરાતમાં ખેડૂતોને ઝીરો ટકા પાક ધિરાણ યોજના હેઠળ 417 કરોડ રૂપિયાની રકમ વ્યાજ સહાય પેટે ચૂકવાશે
Gujarat FarmersImage Credit source: File Image
Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 23, 2022 | 7:58 PM
Share

ગુજરાત સરકારના  પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગર કહ્યું હતું રાજ્ય સરકારે ખેડૂતો માટે અનેકવિધ મહત્વના નિર્ણયો કર્યા છે. ગુજરાતમાં ખેડૂતોને પાક- ધિરાણ ઝીરો ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને સરકાર દ્વારા 04 ટકા વ્યાજ સહાય આપવામાં આવે છે. આગામી 100 દિવસમાં રાજય સરકાર દ્વારા રૂ.417 કરોડની રકમ ખેડૂતોને પાક ધિરાણ પર વ્યાજ સહાય તરીકે ચૂકવવામાં આવનાર છે.

મંત્રી ઋષિકેશ પટેલે વધુ વિગતો આપતો કહ્યું હતું કે રાજયની આશરે 5,000 જેટલી પેકસ, મિલ્ક અને ફીશરીઝ સહકારી મંડળીઓનો નેશનલ કો.ઓપરે ટીવ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.પેક્સ કમ્પ્યુટ રાઇઝેશન માટે જિલ્લા કક્ષાની બેઠકો પૂર્ણ કરીને આગામી ત્રણ વર્ષમાં કમ્પ્યુટ રાઇઝેશન કરવા માટેની 8,000 જેટલી પેક્સ – સેવા સહકારી મંડળીઓની પસંદગી કરવામાં આવશે. રાજયની A અને B વર્ગની બજાર સમિતઓમાં ખેડૂતોને યોજનાઓની જાણકારી અને લાભ મળે તે અર્થે બજાર સમિતિ દ્વારા ‘ખેડૂત સહાય કેન્દ્ર’ની રચના માટેનું આયોજન કરીને સેવાઓ નકકી કરવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા અલગ-અલગ વર્ગો માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતો માટે કેન્‍દ્ર અને ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતલક્ષી યોજના અમલી બનાવેલ છે. જેવી કે ખેડૂત માન-ધાન યોજના, ખેડૂત પેન્‍શન યોજના તથા ikhedut portal પર ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવેલ છે.

તાજેતરમાં કેન્‍દ્ર સરકાર દ્વારા નવી જાહેરાત કરેલી છે. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ખેડૂતોમાં સબસીડીની જાહેરાત કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતોને રૂ. 3 લાખ સુધીની ટૂંકા ગાળાની કૃષિ લોન પર વાર્ષિક 1.5 ટકા વ્યાજ સબવેન્શનને મંજૂરી આપવામાં આવેલ છે. આ નિર્ણય કૃષિ ક્ષેત્રને આવરી લેતા ધિરાણ માટે સુનિશ્ચિત કરવા આવ્યો છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ યોજના હેઠળ નાણાંકીય વર્ષ 2022-23 થી 2024-25 ની વચ્ચે 34,856 કરોડ રૂપિયાની વધારાની બજેટ જોગવાઈ કરવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">