અમિત શાહ આજે સાંજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે, વિવિધ લોકાર્પણો સાથે સહકારી આગેવાનો સાથે બેઠકો કરશે

2022ની ચૂંટણીના સંદર્ભે અમિત શાહ સહકારી આગેવાનો સાથે 3 અલગ અલગ બેઠક કરશે અને સહકારી આગેવાનોને ચૂંટણીની રણનીતિ માટે તૈયાર કરાશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સહકારી ક્ષેત્ર પૂરક ભૂમિકામાં હશે.

અમિત શાહ આજે સાંજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે, વિવિધ લોકાર્પણો સાથે સહકારી આગેવાનો સાથે બેઠકો કરશે
Amit Shah - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2022 | 6:35 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ હવે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) 2022ની ચૂંટણીમાં ઐતિહાસિક રિઝલ્ટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. જેથી ભાજપના કેન્દ્રીય નેતાઓનો ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યો છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) ફરીથી ગુજરાત પ્રવાસે આવી પહોંચશે. અમિત શાહ આજે રાત્રે લગભગ 9 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અમિત શાહ 10 અને 11 એપ્રિલે બે દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

બે દિવસના પ્રવાસમાં અમિત શાહ 9 એપ્રિલે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતા. તેઓ 10 અને 11 એપ્રિલે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 10 એપ્રિલે ગાંધીનગરમાં નવનિર્મિત ગુજકોમાસોલ ભવનનું લોકાર્પણ (inauguration) કરશે. ત્યારબાદ તેઓ ગુજકોમાસોલના અધિકારીઓ સાથે બેઠક કરી ચર્ચા કરશે. ત્યાર બાદ નડાબેટ નજીક સીમા દર્શન પ્રોજેકટનું લોકાર્પણ કરશે. કરોડોના ખર્ચે ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા દર્શન પ્રોજેકટ બનાવ્યો છે. વાઘા બોર્ડરની તર્જ પર આ પ્રોજેક્ટ વિકસાવાયો છે. ગૃહમંત્રી અમિત શાહ સાથે મુખ્યમંત્રી પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 2022ની ચૂંટણીના સંદર્ભે અમિત શાહ સહકારી આગેવાનો (co-operative leaders) સાથે 3 અલગ અલગ બેઠક કરશે અને સહકારી આગેવાનોને ચૂંટણીની રણનીતિ માટે તૈયાર કરાશે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં સહકારી ક્ષેત્ર પૂરક ભૂમિકામાં હશે.

Koo App

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

15 દિવસમાં બીજી વાર ગુજરાત પ્રવાસ

ફરી એકવાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. પંદર દિવસમાં બીજીવાર અમિત શાહનો ગુજરાત પ્રવાસ થવાનો છે. 10 અને 11 એપ્રિલે અમિત શાહ ગુજરાતના પ્રવાસે રહેશે. ગાંધીનગરમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના કાર્યક્રમમાં હાજર રહેશે. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે તો બાવળામાં કેન્દ્ર સરકારની યોજના અંગેના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. આદર્શ ગામ અંતર્ગત ગામોના વિકાસ અંગે સંબોધન કરશે. આ કાર્યક્રમમાં સહકારી આગેવાનો અને સરપંચો હાજર રહેશે.

આ પણ વાંચોઃ Kutch: ગુજરાતી મહિલાનું અનોખુ સાહસ, પ્લાસ્ટિક મુક્ત વિશ્વ સાથે રોજગારીનું પણ સર્જન

આ પણ વાંચોઃ Ambaji ખાતે દેશના સૌથી મોટા લાઈટ એન્ડ લેઝર શૉનું ઉદ્ઘાટન કરાયું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">