ગુજરાતમાં પોલીસ વિભાગ બાદ હવે આ વિભાગના કર્મચારીઓ પણ પગારના મુદ્દે આંદોલનના મૂડમાં

સર્વ શિક્ષા અભિયાન સાથે જોડાયેલા કર્મચારીઓએ રજૂઆત કરી હતી કે તેમને અપાતા 8 હજાર રૂપિયા પગારના બદલે હવે માત્ર 5 હજાર પગાર કરવામાં આવ્યો છે. તેથી કર્મચારીઓએ સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 4:54 PM

ગુજરાતમાં(Gujarat)છેલ્લા ચાર દિવસથી પોલીસ ગ્રેડ પે વધારાની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે. તેવા સમયે રાજ્યમાં શિક્ષણ વિભાગ (Education Department) સાથે જોડાયેલા સર્વ શિક્ષા અભિયાનના( Sarv Shiksha Abhiyan )કર્મચારીઓએ ગાંધીનગર આવી તેમના પગારમાં કરવામાં આવેલા ઘટાડાને લઈ સરકારને રજૂઆત કરી છે.

સર્વ શિક્ષા અભિયાન સાથે જોડાયેલા કર્મચારીઓએ રજૂઆત કરી હતી કે તેમને અપાતા 8 હજાર રૂપિયાના બદલે હવે માત્ર 5 હજાર પગાર કરવામાં આવ્યો છે. તેથી કર્મચારીઓએ સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તેમજ પગાર સહિતની માગણીઓ સાથે શિક્ષણપ્રધાનને રજુઆત કરી હતી.

સ્કૂલો બંધ થવાથી કર્મચારીઓના પગારમાં 3 હજારનો ઘટાડો કરવાનો આક્ષેપ છે.હાલ સર્વ શિક્ષા અભિયાનમાં રાજ્યમાં 1200 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે અને રાજ્યની સ્કૂલોમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તેઓ કામગીરી કરે છે ત્યારે આ પ્રોજેક્ટ બંધ થવાની ભીતિને લઈને તેઓ રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા.તેમજ તેઓની માગ નહી સ્વીકારાઈ તો ઉગ્ર આંદોલન કરશે તેવી ચિમકી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગ્રેડ પે વધારવાની માંગ સાથે ચાલી રહેલા પોલીસ આંદોલનમાં હવે બે ફાંટા પડી ગયા છે. ગાંધીનગરના પોલીસ કર્મચારીઓએ આંદોલન હાલ પૂરતું મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. પરંતુ રાજ્યના અન્ય જિલ્લામાં પોલીસ કર્મચારીઓનું આંદોલન યથાવત્ છે.

આ પણ વાંચો : સુરત : કારખાનામાં લૂંટ કરનાર મુખ્ય આરોપી ઉત્તરપ્રદેશમાંથી તમંચા સાથે ઝડપાયો, કુલ ચાર આરોપી ઝડપાયા

આ પણ વાંચો : અમદાવાદ : રાજ્યના વિવિધ રીક્ષા યુનિયન દિવાળી બાદ હડતાળ પાડશે, શું છે રીક્ષાચાલકોની માગ ?

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">