રાજ્યમાં બે વર્ષમાં 70 હજાર વિદ્યાર્થીઓએ પૈસા ભર્યા છતાં ટેબલેટ ન મળ્યાં, ઘણા સ્ટુડન્ટનો અભ્યાસ પણ પૂરો થઈ જશે
બે વર્ષ સુધી કોરોનાના કારણે ઓનલાઈન અભ્યાસ ચાલતો હતો ત્યારે ટેબલેટની સૌથી વધુ જરૂર હોવા છતાં તેમને ટેબલેટ ન મળતાં તેમના અભ્યાસ પર પણ ભારે અસર થઇ છે.
રાજ્ય (state) માં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ (students) ને સરકાર 1 હજાર રૂપિયામાં ટેબલેટ આપે છે, જેથી તે સરળતાથી ઉચ્ચ અભ્યાસ (studies) કરી શકે. જોકે કોરોનાકાળમાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં 70 હજાર વિદ્યાર્થીઓને રૂપિયા (money) ભર્યા હોવા છતાં ટેબલેટ મળ્યાં જ નથી. બે વર્ષ સુધી કોરોનાના કારણે ઓનલાઈન (on line) અભ્યાસ ચાલતો હતો ત્યારે ટેબલેટ (tablet) ની સૌથી વધુ જરૂર હોવા છતાં તેમને ટેબલેટ ન મળતાં તેમના અભ્યાસ પર પણ ભારે અસર થઇ છે. મહત્વની વાત એ છે કે કેટલાક વિદ્યાર્થીઓ તો ટેબલેટ વિના જ મે મહિના સુધીમાં અભ્યાક્રમ પૂરો કરીને જતા રહેશે.
ગુજરાત સરકાર (Government) એ આ વર્ષે પણ બજેટમાં વિદ્યાર્થીઓને એક હજાર રૃપિયામાં ટેબ્લેટ આપવાની યોજના અંતર્ગત 300 કરોડની ફાળવણી કરી છે પરંતુ છેલ્લા બે વર્ષથી એટલે કે 2019-20થી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના હજુ બાકી છે. ઉપરાંત 2021 અને ચાલુ શૈક્ષણિક વર્ષ 2022ના વિદ્યાર્થીઓને પણ ટેબ્લેટ આપવાના બાકી છે.ટેબ્લેટ વિતરણ તો દૂર હજુ સુધી રજિસ્ટ્રેશન જ થયુ નથી.
છેલ્લા બે વર્ષથી ટેબ્લેટ વિતરણની પ્રક્રિયા આગળ જ વધી નથી
ગુજરાત સરકારે 2017માં જાહેર કરેલી ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટેની ટેબ્લેટ વિતરણ યોજના અંતર્ગત ડિગ્રી-ડિપ્લોમાથી માંડી વિવિધ કોર્સમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને એક હજાર રૃપિયામાં ટેબ્લેટ આપવામા આવે છે. 2019-20ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દેવાયુ હતુ અને પ્રથમ તબક્કામાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપી દેવાયા હતા પરંતુ જાન્યુઆરી બાદ બાકીના 70 હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ થાય તે પહેલા માર્ચમાં કોરોનાને લીધે લોક ડાઉન જાહેર થઈ ગયુ હતુ અને ત્યારબાદ છેલ્લા બે વર્ષથી ટેબ્લેટ વિતરણની પ્રક્રિયા આગળ જ વધી નથી.
પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ક્યારે મળશે તે મોટો પ્રશ્ન
અગાઉ ચાઈનીઝ કંપનીના લીનોવો ટેબ્લેટને લઈને વિરોધ થતા તેનો કોન્ટ્રાક્ટ કેન્સલ કરાયા બાદ સરકારે નવેસરથી ટેન્ડર કરીને ઈન્ડિયન કંપનીના ટેબ્લેટ પસંદ કર્યા હતા અને તેના સેમ્પલ મંગાવ્યા હતા.જે ટેસ્ટિંગમાં ફેલ જતા ફરી એકવાર ટેબ્લેટ વિતરણ ખોરંભે પડયુ છે. મહત્વનું છે કે ગત વર્ષે દિવાળી બાદ ૨૦૧૯-૨૦ના બાકી રહેલા 70 હજાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરી દેવાનુ લગભગ નક્કી હતુ અને નવા વિદ્યાર્થીઓ માટે રજિસ્ટ્રેશન શરૃ થનાર હતુ પરંતુ તેને પણ છ મહિના થઈ ગયા છતાં હજુ સુધી કોઈ જ પ્રક્રિયા થઈ નથી. આ વર્ષે વિધાનસભામાં બજેટમાં સરકારે ટેબ્લેટ વિતરણ માટે 300 કરોડ રૃપિયાની ફાળવણી કરી છે પરંતુ અગાઉના ૨૦૨૦, ૨૦૨૧ અને આ વર્ષના ૨૦૨૨ના મળીને અંદાજે પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓને ટેબ્લેટ ક્યારે મળશે તે મોટો પ્રશ્ન છે.
ઓનલાઈન શિક્ષણ ચાલતુ હતુ ત્યારે જ વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળી શક્યા નથી
વિદ્યાર્થીઓ-વાલીઓની ફરિયાદ છે કે કોરોનમાં ઓફલાઈન શિક્ષણ બંધ હતુ અને ઓનલાઈન શિક્ષણ ચાલતુ હતુ ત્યારે જ વિદ્યાર્થીઓને ખરા સમયમાં ટેબ્લેટ અભ્યાસ માટે મળી શક્યા નથી. વિદ્યાર્થીઓ-વાલીઓની ફરિયાદ છે કે સરકારે આ વર્ષે બજેટ સત્રમાં નવા ટેબ્લેટ માટે ફાળવણીની જોગવાઈ તો કરી પરંતુ જુના વિદ્યાર્થીઓને ક્યારે મળશે તેની કોઈ જાહેરાત કે સ્પષ્ટતા કરી નથી.
ટેબલેટ વગર જ વિદ્યાર્થીઓ અભ્યાસ પૂરો કરીને જતા રહેશે
2019-20નાં શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનારા વોકેશનલ યુજી ડિગ્રી લેવલ કોર્સના વિદ્યાર્થીઓ તેમજ ડિપ્લોમાં કોર્સના વિદ્યાર્થીઓનો તો આ વર્ષે એપ્રિલ-મે સુધીમાં ત્રણ વર્ષનો અભ્યાસ પણ પૂર્ણ થઇ જશે. આ વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે અભ્યાસ પુરો થવા આવ્યો ત્યાં સુધી ટેબ્લેટ જ મળ્યા નહીં. ખરેખર વિદ્યાર્થીઓને અભ્યાસના હેતુ માટે ટેબ્લેટ આપવાના હતા પરંતુ તે હેતુ જ સાકાર થઇ શક્યો નથી. ત્રણ વર્ષનો અભ્યાસ પૂર્ણ કરી આગળના ઉચ્ચ અભ્યાસમાં જનારા કે નોકરીમાં લાગી જનારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે કે નહી તે મોટો પ્રશ્ન છે અને અપાશો તો પણ કઇ રીતે વિતરણ થશે કારણ કે તેઓ જે તે કોલેજમાં ભણતા જ નહી હોય. સરકારે કમ સે કમ 2019-20ના વિદ્યાર્થીઓ કે જેઓનો અભ્યાસ આ વર્ષે પૂર્ણ થનાર છે તેઓને ટેબ્લેટ આપી દેવા જોઇએ તેવી માંગ પણ ઉઠી છે. આવા હજારો વિદ્યાર્થીઓએ બે વર્ષ પહેલા એક હજાર રૂપિયા ફી પણ ભરી દીધી છે. બીજી સરકાર દ્વારા ટેબ્લેટ ક્યારે અપાશે તે બાબતે કોઇ સ્પષ્ટતા પણ કરાતી નથી.
વિદ્યાર્થી ટેબલેટથી વંચીત રહ્યા હોવાનું સરકારે સ્વીકાર્યું
ધારાસભ્ય લાખા ભરવાડે શિક્ષણમંત્રીને પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે લેખીત જબાવ રજૂ કર્યો હતો કે વર્ષ 2020માં રાજ્ય સરકારે રૂપિયા 17.02 લાખ ટેબલેટ પેટે ઉઘરાવ્યા હતા છતાં 820 વિધાર્થીઓ ટેબેલેટ વંચિત રહ્યા હતા. આ એક વર્ષમા 882 વિધાર્થીઓ ટેબ્લેટ આપ્યાં હતાં.
આ પણ વાંચો : Surat : શહેરની 131 શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન શરૂ
આ પણ વાંચો : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાતમાં 12થી 14 વર્ષના કિશોર માટેના રસીકરણનો કરાવ્યો પ્રારંભ