ગુજરાતમાં કોરોનાના નવા 419 કેસ, મહેસાણામાં કોવિડથી નોંધાયુ એક મૃત્યુ
કોરોનાના (Corona) આજે નવા 419 કેસ નોંધાયા છે તો મહેસાણામાં કોવિડના કારણે એક મોત થયું છે. જ્યારે 454 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં કુલ 43, 981 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં આજે (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. જેમાં 04 જૂલાઈના રોજ કોરોનાના આજે નવા 419 કેસ નોંધાયા છે તો મહેસાણામાં કોવિડના કારણે એક મોત થયું છે. જ્યારે 454 દર્દીઓ સાજા થયા છે. આજે અમદાવાદ(Ahmedabad) શહેરમાં કોરોનાના 150 કેસ નોંધાયા હતા તો સુરતમાં 87, વડોદરામાં 29, મહેસાણામાં 19, ભાવનગરમાં 16, મોરબીમાં 12, વડોદરા ગ્રામ્યમાં 11 તથા વલસાડમાં 11 અને ગાંધીનગર કોર્પોરેશનમાં કોરોનાના 10 કેસ નોંધાયા છે, જ્યારે સુરત કોર્પોરેશનમાં 9 અને રાજકોટ કોર્પોરેશનમાં 8 તથા ભરૂચમાં 7 ગાાંધીનગર માં 7, કચ્છમાં 7 નવસારીમાં 7,અમદાવાદ ગ્રામ્યમાં 5, જામનગર કોર્પોરેશનમાં 5, રાજકોટમાં 4 સુરેન્દ્રનગરમાં 3, આણંદમાં 2, પાટણમાં 2, પોરબંદરમાં 2, સાબરકાંઠામાં 2 તથા ભાવનગર, દાહોદ, જામનગર, તાપીમાં કોરોનાના 1-1 કેસ નોંધાયા હતા.
આજે રાજ્યમાં કુલ 43, 981 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપી સેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરવામાં આવી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનું પાલન કરાવે છે, ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે, તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે.