GANDHINAGAR : માર્ગ અને મકાન વિભાગના 12 ચીફ એન્જીનીયરની બદલી, 7 વર્ષથી એક જ જગ્યાએ હતા, જાણો કોની બદલી ક્યા થઇ

|

Oct 12, 2021 | 10:20 PM

એક સાથે 12 ચીફ એન્જીનીયરોની બદલી થતા એક જ જગ્યાએ વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

GANDHINAGAR : માર્ગ અને મકાન વિભાગના 12 ચીફ એન્જીનીયરની બદલી, 7 વર્ષથી એક જ જગ્યાએ હતા, જાણો કોની બદલી ક્યા થઇ
12 Chief Engineers of Roads and Buildings Department were Transfered in Gujarat Govt

Follow us on

GANDHINAGAR : રાજ્યમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી સરકાર આવ્યાં બાદ સરકારી અધિકારીઓની બદલીનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં એક સાથે 12 ચીફ એન્જીનીયરોની બદલી કરવામાં આવી છે. આ તમામ ચીફ એન્જીનીયરો છેલ્લા 7 વર્ષથી એટલે કે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની સરકારના સમયથી એક જ જગ્યાએ હતા. એક સાથે 12 ચીફ એન્જીનીયરોની બદલી થતા એક જ જગ્યાએ વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ 12 ચીફ એન્જીનીયરના નામ અને બદલીનો વિભાગ આ મૂજબ છે

1) માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જીનીયર એન.કે. પટેલ ની બદલી અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ વિભાગમાં કરવામાં આવી.

2)સ્ટાફ ટ્રેનીંગ કોલેજના ડાયરેક્ટર એસ.કે પટેલની બદલી વર્લ્ડ બેંકના પ્રોજેક્ટ ઇમ્પ્લાન્ટેશન યુનિટમાં કરવામાં આવી.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

3) ક્વોલીટી કંટ્રોલ વિભાગના ચીફ એન્જીનીયર જે.એ.ગાંધીની બદલી ગુજરાત વિજીલન્સ કમિશનમાં કરવામાં આવી.

4)પ્રોજેક્ટ ઇમ્પ્લાન્ટેશન યુનિટ – આરોગ્યના ચીફ એન્જીનીયર બી.સી.પટેલની બદલી અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસ વિભાગમાં કરવામાં આવી.

5) ગુજરાત હાઉસિંગ બોર્ડના ચીફ એન્જીનીયર અશોક કે. પટેલની બદલી ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનમાં કરવામાં આવી.

6)નેશનલ હાઈવે વિભાગના ચીફ એન્જીનીયર પી.આર.પટેલીયાની બદલી માર્ગ અને મકાન વિભાગમાં કરવામાં આવી.

7)ગુજરાત વિજીલન્સ કમીશન – સિવિલના ચીફ એન્જીનીયર કે.એમ. પટેલની બદલી ક્વોલીટી કંટ્રોલ વિભાગમાં કરવામાં આવી.

8)કેપિટલ પ્રોજેક્ટના ચીફ એન્જીનીયર પી.એમ. ચૌધરીની બદલી પ્રોજેક્ટ ઇમ્પ્લાન્ટેશન યુનિટ – આરોગ્ય વિભાગમાં કરવામાં આવી.

9) ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશનના ચીફ એન્જીનીયર પી.કે.સંઘવીની બદલી સ્ટાફ ટ્રેનીંગ કોલેજમાં કરવામાં આવી.

10) ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ચીફ એન્જીનીયર એચ.સી. મોદીની બદલી નેશનલ હાઈવે વિભાગમાં કરવામાં આવી.

11)પંચાયત વિભાગના ચીફ એન્જીનીયર (કોન્ટ્રાક્ટ બેઝ) કે.કે. પટેલની બદલી માર્ગ અને મકાન વિભાગમાં કરવામાં આવી.

12) વર્લ્ડ બેંકના ચીફ એન્જીનીયર વાય.એમ. ચાવડાની બદલી પંચાયત વિભાગમાં કરવામાં આવી.

 

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 14 ઓક્ટોબરે NFSUના ગોવા કેમ્પસનો શિલાન્યાસ કરશે

આ પણ વાંચો : મોહન ભાગવતે કહ્યું, દેશમાં સાવરકરને બદનામ કરવા અભિયાન ચલાવાયું, સાવરકરના ગાંધીજી અને આંબેડકર સાથે સારા સંબંધો હતા

Next Article