ગુજરાતમાં કોરોનાના નવા 108 કેસ, એક્ટિવ કેસની સંખ્યા 732 થઈ
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. જેમાં 11 ઓકટોબરના રોજ કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 83 દર્દીઓ સાજા થતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 732 થવા પામી છે.
ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) નવા કેસની સંખ્યા સતત ઘટી રહી છે. જેમાં 11 ઓકટોબરના રોજ કોરોનાના નવા 108 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી 83 દર્દીઓ સાજા થતા કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 732 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.08 થયો છે. તેમજ કોરોનાના કેસમાં ઘટાડો થતાં લોકો અને તંત્રએ પણ રાહતનો દમ લીધો છે. જયારે નવા નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 42, (Ahmedabad) સુરતમાં 20, બનાસકાંઠામાં 09, વડોદરામાં 09, રાજકોટમાં 07, ગાંધીનગરમાં 03, જામનગરમાં 03, રાજકોટ જિલ્લામાં 03, વલસાડમાં 03, ભાવનગરમાં 02, આણંદમાં 01, ગાંધીનગરમાં 01, મહેસાણામાં 01, મોરબીમાં 01, સુરતમાં જિલ્લામાં 01, તાપીમાં 01 અને વડોદરા જિલ્લામાં 01 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. તેમજ કોરોના વેકસીનેશનની કામગીરી પણ પુર ઝડપે ચાલી રહી છે.જ્યારે ગુજરાતના અન્ય જિલ્લામાં આજે એક પણ કોરોના કેસ નોંધાયો નથી. જેના કારણે તંત્ર એ આજે રાહતનો શ્વાસ લીધો હતો. કોરોના મહામારીમાંથી ભારતને બહાર લાવવા માટે તંત્રના તમામ અધિકારીઓ અને કર્માચારીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.
શાળાઓમાં બાળકો માટે માસ્ક ફરજિયાત
કોરોનાના કેસમાં વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધારે કેસ નોંધાય રહ્યા છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.
તહેવારોમાં સાચવજો
આજથી લગભગ 15-16 દિવસ બાદ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે. લોકો તેની તૈયારીઓમાં વ્યસ્ત છે. તહેવારોના આનંદ સાથે કોરોનાના નિયમોનું પાલન કરવુ પણ એટલુ જ જરુરી છે. નહીં તો કોરોના કેસ વધી પણ શકે છે. મહામારીના 2 વર્ષ બાદ કોઈ પણ પ્રકારના પ્રતિબંધ વગર આ તહેવાર ઉજવવામાં આવશે. એવા સમયે બેદકારી ભવિષ્યમાં ભારે પણ પડી શકે છે.