Gandhinagar: હેલિપેડ ખાતે બનનારી 1200 બેડની હોસ્પિટલ માટે ઓર્ડર જ નથી મળ્યા, સાફસફાઈથી હાલમાં સંતોષ મનાયો

Gandhinagar: ગાંધીનગર ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 1200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત બાદ હજુ સુધી કોઈ નક્કર કામગીરી સામે નથી આવી. અમિત શાહ દ્વારા કરવામાં આવેલી જાહેરાતનાં પાંચ દિવસ બાદ તપાસ કરવા  સ્થળ પહોચેલા DRDO અધિકારીનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું

| Updated on: Apr 27, 2021 | 4:06 PM

Gandhinagar: ગાંધીનગર ખાતે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે 1200 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરવાની જાહેરાત બાદ હજુ સુધી કોઈ નક્કર કામગીરી સામે નથી આવી. અમિત શાહ દ્વારા કરવામાં આવેલી જાહેરાતનાં પાંચ દિવસ બાદ તપાસ કરવા
સ્થળ પહોચેલા DRDO અધિકારીનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું હતું કે ‘હોસ્પિટલ માટે હજુ સુધી ઓર્ડર જ નથી મળ્યો’
‘ઓર્ડર મળ્યા પછી તાત્કાલિક ધોરણે કામગીરીની શરૂઆત કરાશે’. અમિત શાહની જાહેરાતના પાંચ દિવસ બાદ હવે DRDOની ટીમે નિરીક્ષણ તો શરૂ કર્યું પરંતુ હાલમાં સાફ-સફાઈ સિવાય કોઈ કામગીરી નથી કરવામાં આવી. DRDO સાથે ગાંધીનગર મનપા કમિશનરે પણ નિરીક્ષણ કર્યું હતું.

જણાવવું રહ્યું કે આ અગાઉ અમિત શાહ દ્વારા અમદાવાદનાં GMDC ગ્રાઉન્ડ ખાતે 900 બેડની હોસ્પિટલને લીલી ઝંડી આપી દેવામાં આવી હતી. હોસ્પિટલ તો શરૂ થઈ ગઈ પણ અધુરી સેવાનાં પગલે દર્દીઓની પરેશાની ઓછી નથી થઈ રહી.અમદાવાદના GMDC ગ્રાઉન્ડ પર બનાવવામાં આવેલી 900 બેડની હોસ્પિટલમાં આખરે સારવાર શરૂ કરી દેવામાં આવી છે પરંતુ, અહીં પણ માત્ર 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને જ દાખલ કરવામાં આવી રહ્યા છે જેના કારણે ખાનગી વાહનો કે રિક્ષામાં આવેલા દર્દીઓએ નિરાશ થઇને પરત ફરવું પડ્યું. મહત્વનું છે કે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના જાત નિરીક્ષણ બાદ બે દિવસથી હોસ્પિટલ હમણા શરૂ થશે તેવી આશા સાથે દર્દીઓના સગાઓએ બહાર લાઇન લગાવી દીધી હતી.

તો આ તરફ, ધન્વંતરી કોવિડ હોસ્પટિલમાં 900 બેડ ખાલી હોવા છતાં, સારવારના અભાવે ગેટ સામે જ બે દર્દીઓના મોત થયા. રિક્ષામાં લાવનાર દર્દીને બેડ ન આપવામાં આવતા ધન્વંતરી ગેટ સામે જ તેમના મોત થયા. એક બાજુ 108માં વેઇટિંગ બોલાઇ રહ્યું છે, ત્યારે માત્ર 108માં આવતા દર્દીઓને જ સારવાર આપવાના તઘલખી નિર્ણયના કારણે દર્દીઓને જીવ ગુમાવવાનો વારો આવી રહ્યો છે. હાઇકોર્ટના આદેશ બાદ પણ 108 વગર દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા ત્યારે આવા મનસ્વી અને અણઘડ નિયમ હટાવવા લોકો માગ કરી રહ્યા છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">