AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતની 2 રાજ્યસભા સીટ માટે કાલે ચૂંટણી, 182માંથી 175 ધારાસભ્યો કરી શકશે મતદાન

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે સર્તકતા દાખવી છે અને કોઈપણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ ન કરે તે માટે તેને પાલનપુર ખાતે આવેલાં બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો 2017માં પણ જ્યારે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવાયા હતા. કોંગ્રેસ […]

ગુજરાતની 2 રાજ્યસભા સીટ માટે કાલે ચૂંટણી, 182માંથી 175 ધારાસભ્યો કરી શકશે મતદાન
| Updated on: Jul 04, 2019 | 4:01 PM
Share

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે સર્તકતા દાખવી છે અને કોઈપણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ ન કરે તે માટે તેને પાલનપુર ખાતે આવેલાં બાલારામ રિસોર્ટમાં લઈ જવાયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

2017માં પણ જ્યારે રાજ્યસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવાયા હતા. કોંગ્રેસ પાર્ટી દ્વારા આ ડરને લઈને વર્કશોપ કરવા માટે ધારાસભ્યોને ત્યાં લઈ જવામાં આવ્યા છે તેમ કહેવાયું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા આ કોંગ્રેસના ધારાસભ્યોની સાથે ગયા નથી. આ બે ધારાસભ્યો કોંગ્રેસની વિરુદ્ધમાં ભાજપને વોટ આપી શકે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેટલી સીટ પર છે ચૂંટણી અને કોણ છે ઉમેદવારો?

અમિત શાહે ગાંધીનગરની સીટ પરથી જીત મેળવી જ્યારે સ્મૃતિ ઈરાનીએ અમેઠી ખાતેથી જીત મેળવી જેના લીધે રાજ્યસભાની બે સીટ ખાલી પડી છે. આ બે સીટ પર રાજ્યસભાની પેટા ચૂંટણી થઈ રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કોંગ્રેસ પાર્ટીએ પોતાના ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પંડ્યાને ટિકિટ આપી છે તો ભાજપે વિદેશમંત્રી એસ જયશંકર અને ઓબીસી નેતા જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. આ બે સીટ પર 5 જૂલાઈના રોજ સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે. 182માંથી માત્ર 175 ધારાસભ્યો મતદાન કરી શકશે. જેમાં 4 સીટ ખાલી છે જ્યારે 3 ધારાસભ્યો અલગ અલગ કારણોથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે નહીં.

આ પણ વાંચો:  રાજ્યસભા ચૂંટણી મુદ્દે સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ કોંગ્રેસના નેતાઓના ચહેરા પરથી નૂર ગાયબ

કઈ પાર્ટી પાસે કેટલા ધારાસભ્યો?

ભાજપ અને કોંગ્રેસની વાત કરીએ તો ભાજપની પાસે હાલ 100 અને કોંગ્રેસની પાસે 71 ધારાસભ્યો છે. આમ એક ઉમેદવારે જીતવા માટે 50 ટકા વોટ એટલે કે 88 વોટ મેળવવા જરુરી છે. આમ કોંગ્રેસને પોતાના ઉમેદવારને જીતાડવા માટે હાલ બધા જ ધારાસભ્યોને બાલારામ રિસોર્ટમાં લઈ જવા પડ્યા છે. કોંગ્રેસે અલગ અલગ ચૂંટણીને લઈને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડી પણ તેઓ સફળ થઈ શક્યા નહોતા. અલગ અલગ ચૂંટણીના લીધે કોંગ્રેસના જીતવાના એંધાણ ઓછા છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">