GANDHINAGAR : શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે કહ્યું શિક્ષક સજ્જતા સર્વેક્ષણ શિક્ષકોના હિતમાં છે

શિક્ષણપ્રધાને કહ્યું કે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે, ફરજિયાત નથી. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે કહ્યું કે બંને શિક્ષક સંઘોની સહમતી આડ જ આયોજન કરવામાં આવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2021 | 3:14 PM

GANDHINAGAR : શિક્ષક સજ્જતા સર્વેક્ષણના વિરોધને લઈને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે પત્રકાર પરિષદ યોજી હતી અને ઘણી સ્પષ્ટતા કરી હતી. શિક્ષણપ્રધાને કહ્યું કે આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણ મરજિયાત છે, ફરજિયાત નથી. શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહે કહ્યું કે બંને શિક્ષક સંઘોની સહમતી આડ જ આયોજન કરવામાં આવ્યું છે.

શિક્ષણપ્રધાને કહ્યું કે શિક્ષણ વિભાગના સચિવ અને અધિકારીઓ સાથે 28-29 જુલાઈએ બેઠક કરવામાં આવી હતી જેમાં નિર્ણય લેવામાં આયો કે ફરજિયાત ને બદલે મરજિયાત કરવામાં આવે. બંને શિક્ષક સંઘોની સહમતીથી જ
પહેલા 11 ઓગષ્ટને બદલે હવે 24 ઓગષ્ટના રોજ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ગુણવત્તા અને સજ્જતા વધારવા માટે છે. આ સર્વેક્ષણને અમે પરીક્ષા કે કસોટીનું નામ આપ્યું નથી. આમાં કોઈ પરિણામ પણ નથી અને આની કોઈ નોંધ શિક્ષકની સેવાપોથીમાં ક્યાય નોંધ કરવામાં નહિ આવે.નવી એજ્યુકેશન પોલિસીમાં પણ આનો ઉલ્લેખ છે કે પાયો મજબૂત થવો જોઈએ.

શિક્ષણપ્રધાને કહ્યું કે 2009માં કોંગ્રેસની સરકારમાં જે કાયદો આવ્યો કે બાળકને 9માં ધોરણ સુધી નાપાસ ન કરવામાં આવે તેનું ખુબ નુકસાન થયું છે અને એ નુકસાન ભરપાઈ કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ.

શિક્ષણપ્રધાને કહ્યું કે જે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે તેના પુરાવા આપવામાં આવશે તો તટસ્થ તપાસ કરવામાં આવશે.

શિક્ષણપ્રધાને કહ્યું કે દેશમાં ગુણોત્સવ અને પ્રવેશોત્સવમાં ગુજરાત પહેલા હતું. CCC માં પણ રાજ્ય પ્રથમ હતું અને શિક્ષણ વિભાગના તમામ પ્રયત્નો રાષ્ટ્રીય લેવલે હકારાત્મક રીતે જઈ રહ્યાં છે.શિક્ષણપ્રધાને કહ્યું દેશમાં કોઈએ નથી કર્યા એટલા પ્રયાસો રાજ્યના શિક્ષણ વિભાગે કર્યા છે.

Follow Us:
હાપા માર્કેટ યાર્ડમાં લસણના મણના રૂ.1500થી 2200 ભાવ નોંધાયા
હાપા માર્કેટ યાર્ડમાં લસણના મણના રૂ.1500થી 2200 ભાવ નોંધાયા
હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર
હોલમાં ACથી લઈને રસ્તાના કામો સુધી CMની અધિકારીઓને જાહેરમાં ટકોર
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
અનેક પાકિસ્તાનીઓ આજે જેલમાં બંધ છે - ડ્રગ્સ મામલે હર્ષ સંઘવી
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
પ્રાંતિજમાં ગણેશ વિસર્જન દરમિયાન બે યુવકોના ડૂબવાથી કરૂણ મોત
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત