AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad એરપોર્ટ પર ડ્રાઇવરો માટે વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો

એપોલો હોસ્પિટલ દ્વારા આ સેવાના કામ માટે તેમની આઈ સ્પેશિયાલિસ્ટ ટીમ એરપોર્ટ મોકલવામાં આવી હતી જેના દ્વારા વિશેષ ઉપકરણો દ્વારા અમદાવાદ એરપોર્ટના ટેક્સી ડ્રાઇવર તેમજ રીક્ષા ડ્રાઇવરની આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું.

Ahmedabad એરપોર્ટ પર ડ્રાઇવરો માટે વિનામૂલ્યે નેત્રરોગ નિદાન કેમ્પ યોજાયો
free ophthalmology camp for drivers was held at Ahmedabad Airport
Pratik jadav
| Edited By: | Updated on: Aug 25, 2021 | 7:47 PM
Share

ગુજરાતનું સૌથી વ્યસ્ત રહેતા અમદાવાદ(Ahmedabad)ના સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોના પિકઅપ અને ડ્રોપિંગ માટે આવતા ડ્રાઇવર(Driver)ભાઈઓની સેફટી અને સલામતી માટે અદાણી ગ્રૂપ દ્વારા સ્પેશિયલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એરપોર્ટ ડ્રાઇવર્સ એસોસિએશન સાથે સંકળાયેલા તમામ ડ્રાઇવરોનું વિના મૂલ્યે આંખોનું ચેકઅપ(Eye Checkup) કરવામાં આવ્યું હતું.

ડ્રાઇવર માટે જરૂરી છે કે તેની આંખો સ્વસ્થ રહે કારણકે ડ્રાઇવરની નાની ભૂલ પણ મુસાફરો માટે જોખમી સાબિત થઈ શકે છે અને આ જ કારણ થી અમદાવાદ એરપોર્ટ પર આવતા તમામ ડ્રાઇવરોનું આઈ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની ટીમ દ્વારા આંખોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ડ્રાઈવરોની આંખોના ચેકઅપ જેવુ સેવાનું કામ વિના મૂલ્યે થાય તે ઉદ્દેશથી અદાણી ગ્રૂપ દ્વારા એપોલો હોસ્પિટલની મદદ લેવામાં આવી હતી.

એપોલો હોસ્પિટલ દ્વારા આ સેવાના કામ માટે તેમની આઈ સ્પેશિયાલિસ્ટ ટીમ એરપોર્ટ મોકલવામાં આવી હતી.  આ ટીમે  વિશેષ ઉપકરણો દ્વારા અમદાવાદ એરપોર્ટના ટેક્સી ડ્રાઇવર તેમજ રીક્ષા ડ્રાઇવરની આંખોનું ચેકઅપ કર્યું હતું. જેમને આંખોના નંબર વધી ગયા હોય આંખોમાં કોઈ સમસ્યા હોય તેવા ડ્રાઇવરોનું ડોક્ટરની ટીમ દ્વારા સલાહ સૂચનો તેમજ દવા માટેના પ્રિસ્ક્રિપ્શન પણ આપવામાં આવ્યા હતા. જેથી ડ્રાઇવરો તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવી શકે.

મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર રહેતા ટેક્સી તેમજ રીક્ષા ડ્રાઇવરો દિવસનો મોટાભાગનો સમય મુસાફરીમાં તેમજ એરપોર્ટ પર વીતાવતા હોય છે જેને કારણે આવા ડ્રાઇવરોને આંખોને લગતી જો કોઈ નાની-મોટી સમસ્યા હોય તો તે તેમના વ્યસ્ત શિડયુલના કારણે સમયસર ડોકટર પાસે જઈ શકતા નથી અને તેનો કામચલાઉ ઈલાજ કરાવી લેતા હોય છે પણ આંખની બીમારીઓ અથવા તકલીફનો જો સમયસર ઉપચાર ન કરવામાં આવે તો દર્દીને દ્રષ્ટિ ગુમાવવાનો વારો પણ આવતો હોય છે .

આ  પણ વાંચો : Viral Video : બાળકે એક્શન સિક્વન્સમાં ફોડી નાખ્યુ ટીવી ! વીડિયો જોઈને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

આ પણ વાંચો Gujarat : જન્માષ્ટમી અને ગણેશોત્સવની તૈયારીઓ આરંભાઇ, સરકારના નિર્ણયથી ઉત્સાહનો માહોલ

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">