અમદાવાદ એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે. ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયુ હતું. IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું હતું. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. પ્લેન ક્રેશ થતા નાસભાગ મચી હતી. દૂર સુધી કાળા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ટેક ઑફ સમયે પ્લેન ક્રેશ થયાની માહિતી છે. બપોરે 1:17 કલાકે વિમાને ઉડાન ભરી હતી. રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું. એર ઈન્ડિયાનું AI-171 વિમાન ક્રેશ થયુ હતુ.અમદાવાદનું એર ઈન્ડીયા પ્લેન ટેક ઓફની 5 મિનિટમાં જ ક્રેશ થયું હોવાનું DGCA જણાવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પરની તમામ ફ્લાઈટ રદ કરવામાં આવી છે. તેમજ એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે.
એવી પણ માહિતી સામે આવી રહી છે કે,અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતુ. જેમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણીનું નિધન થયું છે.માહિતી મળી રહી છે પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા. તેમજ આ પ્લેનમાં તેઓ પરિવાર માંથી એકલા સવાર હતા. પ્લેન ક્રેશની ઘટનાની જાણ થતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ રવાના થયા છે.
અમદાવાદથી લંડન માટે ઉડાન ભરનારુ પ્લેન મેઘાણી નગર વિસ્તારમાં પાછળથી વૃક્ષ સાથે અથડાવાને કારણે ક્રેશ થયુ હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. ઍર ઈન્ડિયાનું AI171 પ્લેન ક્રેશ થયુ હોવાની વિગતો મળી છે.
NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ પ્લેનમાં પેસેન્જર્સ ,ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા જેમાં 133 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં મોટી જાનહાનીની આશંકા જોવા મળી રહી છે.
12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ વિમાન દુર્ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હોવાનો અંદાજ છે. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું.
Published On - 7:12 pm, Thu, 12 June 25