ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી

|

Oct 28, 2021 | 7:27 PM

ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ આઇજી બ્રિજેશ ઝા રહેશે. આ કમિટીમાં કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે.

ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી
Gujarat DGP Ashish Bhatia Announce Five Member Committee on Grade Pay Issue (File Photo)

Follow us on

ગુજરાતમાં (Gujarat) પોલીસ ગ્રેડ પે (Police Grade Pay) મુદ્દે પાંચ સભ્યોની કમિટી (Committee) બનાવવામાં આવી  છે. ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી પોલીસ ગ્રેડ પે મુદ્દે ચાલી રહેલી માંગણી બાદ રાજ્ય પોલીસ વડાએ(DGP)  આશિષ ભાટિયાએ  આ મુદ્દાના ઉકેલ માટે પાંચ સભ્યોની સમિતિની રચનાની જાહેરાત કરી છે. આ પૂર્વે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આંદોલન કરી રહેલા પોલીસ પરિવારના સભ્યો સાથે બેઠક કરી હતી. તેમજ તેની બાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે પણ તેમના નિવાસ સ્થાને બેઠક કરી હતી.

ગુજરાતમાં ગ્રેડ પે મુદ્દે બનાવવામાં આવેલી કમિટીના અધ્યક્ષ આઇજી બ્રિજેશ ઝા રહેશે. આ કમિટીમાં કુલ પાંચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને રિપોર્ટ સોંપશે.

આ અંગે જણાવતા ડીજીપી આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે કમિટી દરેક પોલીસકર્મીની રજૂઆત સાંભળશે. તેમજ કમિટી દ્વારા તમામ રજૂઆતોની ચકાસણી કરવામાં આવશે. તેમજ જે લોકો રજૂઆત કરવા માંગે છે તેને કમિટીમાં રજૂઆત કરવાની છૂટ છે. આ ઉપરાંત ગેરશિસ્ત કરનારા પોલીસકર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પોલીસ ગ્રેડ પે મુદ્દે ખોટી પોસ્ટ મુકનારા ચાર લોકો વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જ્યારે આંદોલનકારી પોલીસ પરિવારના સભ્યો ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને મળ્યા હતા. આ પરિવારોએ ગૃહ રાજ્ય પ્રધાન સાથેની મુલાકાત બાદ કહ્યું કે સરકારે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ પોલીસ પરિવારો સાથે વાતચીત કરી. જેમાં રાજ્યના પોલીસ વડા સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. ગૃહ રાજ્ય પ્રધાને કહ્યું કે આ અમારા પરિવારની વાત છે. અને અમે તેનો ઝડપથી યોગ્ય ઉકેલ લાવીશું.જ્યારે વિધાનસભાના ગેટની બહાર પોલીસ પરિવારની મહિલાઓ ધરણા ઉપર બેઠા હતા.

આ  પણ વાંચો : ગાંધી આશ્રમના રી-ડેવલોપમેન્ટ મુદ્દે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીની હાઇકોર્ટમાં અરજી

આ પણ વાંચો : વડોદરાને ભિક્ષુક મુક્ત બનાવવા કવાયત હાથ ધરાઇ, અનેક યોજનાઓ અમલમાં મુકાશે

Published On - 6:39 pm, Thu, 28 October 21

Next Article