Ahmedabad : હાઇકોર્ટ સામેની ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં આગ, ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો

અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટની સામે આવેલી ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં મોડી સાંજે અચાનક આગ લાગી છે. જેમાં બિલ્ડિંગના સાતમા માળે ખાનગી ઓફિસના આગ લાગી છે. તેમજ આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2022 | 9:23 AM

અમદાવાદમાં (Ahmedabad) ગુજરાત હાઇકોર્ટની (Gujarat High court) સામે આવેલી ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં મોડી સાંજે અચાનક આગ લાગી છે. જેમાં બિલ્ડિંગના આઠમા માળે ખાનગી ઓફિસના આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે તેને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડની 22 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

એસ.જી હાઇવે ઉપર આવેલા ગણેશ મેરિડીયન બિલ્ડિંગમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ આગ ગણેશ મેરિડીયનના સી બ્લોકમાં આઠમા માળે લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાબતે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેમાં નાની મોટી થઈ 22 ગાડીઓ આગ બુઝાવવામાં કામે લાગી હતી. સાથે સાથે ફ્રી ફાયર ઓફિસર એડિશનલ ચીફ ફાયર ઓફિસર કરી સાહેબથી 70 જવાનો આગ બુઝાવવા માટે ભારે જહેમત કરી રહ્યા હતા. લોકોના ટોળેટોળા વળતા સોલા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આખરે બે કલાકથી વધારે સમય બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક તારણ આઠમા માળે ઓફિસની અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું. ઓફિસમાં લાકડાનો સામાન પડ્યો હોવાથી આગ વધુ વિકરાળ બની હતી. આગ બુઝાવવા માટે ક્રેનનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે અત્યાર સુધીમાં આજ બિલ્ડિંગમાં ચોથી વાર વાર આગ લાગી હતી. ત્યારે આ આગ લાગવાના કારણમાં અનેક સવાલો ઉભા થાય છે.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">