Breaking News: તલાટી કમ મંત્રીની 3437 અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ જાહેર કરાયુ
Talati and Junior Clerk Final Select List: લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આ સાથે અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આ અંગે પરિણામ અંગે માહિતી જાહેર કરવામાં આવી હતી.

રાજ્યમાં તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. 3487 તલાટી અને 1181 જુનિયર ક્લાર્ક માટેનું ફાઈનલ સિલેક્શન લિસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ અંગે લાંબા સમયથી પરિણામની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોની આતુરતાનો અંત આ સાથે અંત આવ્યો છે. પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ દ્વારા આ અંગે પરિણામ અંગે માહિતી જાહેર કરવામાં આવી હતી. ફાઈનલ સિલેકટ લિસ્ટ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ છે.
9મી એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે તલાટીની પરીક્ષા ગત 7મી મેના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. આમ ઝડપથી રાજ્ય સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડે આ અંગે પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. જેને લઈ પરીક્ષા આપનારા લાખો ઉમેદવારોને માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે.
ઝડપી પરિણામ માટે સ્ટાફની જહેમત
પરિણામ ખૂબ જ ઝડપથી આવવાને લઈ લાખો ઉમેદવારોને બોર્ડની કાર્યપધ્ધતીથી આનંદ થયો છે. સામાન્ય રીતે લાંબો સમય સુધી આતુરતા પૂર્વક ઉમેદવારો રાહ જોઈ રહ્યા હોય છે. આમ ઝડપી પરિણામ સામે આવવાને લઈ ઉમેદવારોને માટે મોટી રાહત સર્જાઈ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આ માટેનો શ્રેય સ્ટાફને આપ્યો હતો. તેઓએ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી મહેનતના ફળ સ્વરુપ ઝડપી પરિણામ શક્ય બન્યુ હોવાનુ કહ્યુ હતુ.
તલાટી કમ મંત્રીની 3437 જગ્યા માટે અને જુનિયર ક્લાર્કની 1181 જગ્યા માટેનું ફાઈનલ સિલેકટ લિસ્ટ આજરોજ મંડળની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) August 11, 2023
આ પણ વાંચોઃ Sabarkantha: હજ્જારો વૃક્ષોની લીલીછમ વનરાજીથી ધરાવતુ અનોખુ ગામ, પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભૂત ખજાનો
પરિણામ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની અધિકૃત વેબસાઈટ પર જોઈ શકાશે. આ માટે ફાઈનલ પસંદગી લીસ્ટ વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યુ છે. પરિણામની શીટ વેબસાઈટ પર મૂકવામાં આવ્યુ છે. સોશિયલ મીડિયા પર આ અંગેની જાહેરાત કરતા ઉમેદવારોએ વેબસાઈટ પરથી પરિણામ ડાઉનલોડ કર્યા હતા. જુનિયર ક્લાર્કની ભરતી અંગેની યાદી 63 પાનાની જાહેર કરાઈ હતી. જ્યારે તલાટી કમ મંત્રીની 173 પાનાની યાદી મુકવામાં આવી છે.