ખેડૂતોની વધુ કફોડી હાલત, હવે મગફળીની ઓનલાઈન ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો લાગ્યો આરોપ

ખેડૂતોની વધુ કફોડી હાલત, હવે મગફળીની ઓનલાઈન ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનો લાગ્યો આરોપ

રાજકોટ ખાતે થયેલા મગફળી કાંડને હજુ તો શાહી સુકાઈ નથી ત્યારે ટેકાના ભાવે મગફળીની ઓનલાઈન ખરીદી કરનારી રાજ્ય સરકાર પર ફરીથી એક વખત મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લાગ્યાં છે. વિસાવદર ખાતે મગફળીની ખરીદી બંધ કરી દઈ અને રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર આચરી રહી હોય તેવા આક્ષેપ ભાજપની જ પાંખ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યા […]

Nirmal Dave

| Edited By: Parth_Solanki

Feb 05, 2019 | 5:36 PM

રાજકોટ ખાતે થયેલા મગફળી કાંડને હજુ તો શાહી સુકાઈ નથી ત્યારે ટેકાના ભાવે મગફળીની ઓનલાઈન ખરીદી કરનારી રાજ્ય સરકાર પર ફરીથી એક વખત મગફળી ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ લાગ્યાં છે. વિસાવદર ખાતે મગફળીની ખરીદી બંધ કરી દઈ અને રાજ્ય સરકાર ભ્રષ્ટાચાર આચરી રહી હોય તેવા આક્ષેપ ભાજપની જ પાંખ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવ્યા છે.

વિસાવદર ખાતે એક દિવસ દરમિયાન તંત્ર દ્વારા મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આ બંધ કરાયેલી ખરીદી દરમિયાન આવેલી મગફળીને બારોબાર વેચી દેવામાં આવી છે અથવા તો તેને સગેવગે કરી દેવામાં આવી છે તેવો આક્ષેપ ભારતીય કિસાન સંઘ પ્રમુખ વિઠ્ઠલ દુધાત્રાએ કર્યો છે. આ મામલે તેમણે મુખ્યમંત્રીને પણ પત્ર લખીને ફરિયાદ કરી છે કે અત્યાર સુધી તો ઓફલાઈન મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થતો હતો પરંતુ હવે ઓનલાઈન ખરીદીમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

જો કે સમગ્ર વાતનું અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન જયેશ રાદડિયાએ ખંડન કરી અને સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે ઠેરઠેરથી મગફળીનું વેચાણ કરવા માટે મગફળી આવે છે ત્યારે વિસાવદર ખાતે મગફળીના જથ્થાંનો ભરાવો વધુ પ્રમાણમાં થયો હોવાથી એક દિવસ પુરતી મગફળીની ખરીદી બંધ કરવામાં આવી હોવાની વાતમાં ઉમેરતાં તેમણે ભ્રષ્ટાચાર થવાની વાતને નકારી દીધી હતી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati