AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં ગૂંજી ઉઠ્યો ‘હમારી માંગેં પૂરી કરો’નો નારો, સરકારને ઢંઢોળવા કરમસદથી યાત્રા કાઢી પહોંચ્યા ખેડૂતો

સરકારની ખેડૂત વિરોધી નીતિના આક્ષેપ સાથે ખેડૂતોએ 84 કિલો મીટરની યાત્રા કાઢી નોંધાવ્યો વિરોધ. કહ્યું સરકાર ખેડૂતના હિતમાં નથી કરી રહી કામગીરી. ખેડૂતો તેમના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજુઆત કરી રહ્યા છે. તેમજ ધરણા કરી અને રેલી કાઢીને વિરોધ પણ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વાર જગતના તાત એવા ખેડૂતોએ […]

અમદાવાદમાં ગૂંજી ઉઠ્યો ‘હમારી માંગેં પૂરી કરો’નો નારો, સરકારને ઢંઢોળવા કરમસદથી યાત્રા કાઢી પહોંચ્યા ખેડૂતો
Darshal Raval
| Edited By: | Updated on: Jan 11, 2019 | 1:29 PM
Share

સરકારની ખેડૂત વિરોધી નીતિના આક્ષેપ સાથે ખેડૂતોએ 84 કિલો મીટરની યાત્રા કાઢી નોંધાવ્યો વિરોધ. કહ્યું સરકાર ખેડૂતના હિતમાં નથી કરી રહી કામગીરી.

84 કિમિ યાત્રા કાઢી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

84 કિમિ યાત્રા કાઢી ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

ખેડૂતો તેમના પડતર પ્રશ્નોને લઈને છેલ્લા ઘણા સમયથી સરકારમાં રજુઆત કરી રહ્યા છે. તેમજ ધરણા કરી અને રેલી કાઢીને વિરોધ પણ નોંધાવી રહ્યા છે. ત્યારે આજે ફરી એક વાર જગતના તાત એવા ખેડૂતોએ ગામડા માંથી રેલી કાઢી હતી. જે રેલી અમદાવાદ શહેરમાં પૂર્ણ કરી રસ્તે રસ્તે પેમફ્લેટ વહેંચી સરકાર તેમની માગ પર ધ્યાન આપે તેવો પ્રચાર કર્યો હતો.

ખેડૂત આગેવાનની વાત માનીએ તો ખેડૂતોનો મુદ્દો સરદાર પટેલ અને મહાત્મા ગાંધીના સમયથી ચાલતો આવ્યો છે. જેથી ખેડૂતોએ તેમની યાત્રાની શરૂઆત સરદારના ગામ એવા કરમસદ ખાતેથી કરી હતી. જે બાદ યાત્રા જેતલપુર. અસલાલી. નારોલ. દાણીલીમડા. જમાલપુર અને લાલ દરવાજા થઈ શાહપુર અને દુધેશ્વર થઈ ગાંધી આશ્રમ એટલે કે 80 કિલો મીટર વધુ અંતર કાપીને પુરી થઈ. જે પુરા રૂટ પર ખેડૂતોએ સરકાર ખેડૂત વિરોધી નીતિથી કામ કરી રહી હોવાના આક્ષેપ કરી નારા લગાવ્યા હતાં. સાથે જ સરકાર તેમની માગ પર ધ્યાન આપે અને ખેડૂત હિતમાં કોઈ નિર્ણય કરે તેવી પણ માગ કરી હતી.

યાત્રાનું વિવિધ સ્થળે સ્વાગત કરાયું

યાત્રાનું વિવિધ સ્થળે સ્વાગત કરાયું

એટલું જ નહીં પણ યાત્રા શરૂ થયા બાદ જ્યા જ્યા યાત્રા રોકાઈ અને મોટા સ્થળો આવ્યા ત્યાં અન્ય ખેડૂતો યાત્રામાં જોડાયા. તેમજ યાત્રાનું આગેવાનોને ફૂલ હાર ચઢાવીને સ્વાગત પણ કરાયું હતું. જેને જોતા જે યાત્રા શરૂ થઈ તે સમયે જેટલા ખેડૂતો હતા તેની સામે યાત્રા પૂર્ણ થતાં થતા ખેડૂતોની સંખ્યામાં વધારો પણ જોવા મળ્યો હતો.

[yop_poll id=560]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
g clip-path="url(#clip0_868_265)">