વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વધી, ધરોઇ ડેમમાં માત્ર પીવાલાયક પાણીનો જ જથ્થો

|

Jul 23, 2021 | 4:55 PM

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં હાલ માત્ર પીવા માટે જરૂરી જથ્થો જ સંગ્રહાયેલો છે. જેના પગલે આ પંથકના ખેડૂતો અને લોકો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે.

વરસાદ ખેંચાતા ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ચિંતા વધી, ધરોઇ ડેમમાં માત્ર પીવાલાયક પાણીનો જ જથ્થો
Farmers in North Gujarat worried over delay rains only Storage of Drinkable water in Dharoi dam

Follow us on

ગુજરાત(Gujarat) ના હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ(Rain) ના પગલે અનેક નદીઓ અને ચેકડેમમાં પાણી ભરાયા છે. તેમજ તેના લીધે આ વિસ્તારના ખેડૂતો માટે સિંચાઇનું પાણી સરળતાથી મળી રહેશે. જો કે આ દરમ્યાન હજુ રાજ્યના મધ્ય અને ઉત્તર ગુજરાતના વરસાદ પડ્યો નથી. જેના લીધે હવે ઉત્તર ગુજરાત(North Gujarat ) ના ખેડૂતોમાં ચિંતા વધી છે. કારણ કે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઇ ડેમમાં હાલ માત્ર પીવા માટે જરૂરી જથ્થો જ સંગ્રહાયેલો છે. જેના પગલે આ પંથકના ખેડૂતો અને લોકો કાગડોળે વરસાદની રાહ જોઇ રહ્યા છે.

ડેમમાં માત્ર 598 ફૂટે પાણીનો જથ્થો સંગ્રહિત

મહેસાણા જિલ્લામાં આવેલ ધરોઇ ડેમ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓ અને અનેક ગામો અને શહેરોને પીવાનું પાણી પૂરું પાડે છે. જો કે ઉત્તર ગુજરાત અને ઉપરવાસમાં આ વર્ષે હજુ સુધી સારો વરસાદ થયો નથી. જેના લીધે ડેમમાં પાણીની આવક થઈ નથી.તેમજ હાલ ધરોઇ ડેમમાં સંગ્રહિત પાણીની સપાટીની વાત કરીએ તો ડેમમાં માત્ર 598 ફૂટે પાણીનો જથ્થો સંગ્રહિત છે. જો કે આ પાણી આગમી દિવસોમાં લોકોને પીવા અને વપરાશ પૂરતું જ હોવાનું છે.જેના લીધે હાલ વરસાદ ખેંચાતા ખેડૂતો માટે સિંચાઇનું પાણી મેળવવાનો કોઇ સ્ત્રોત હાલ ઉપલબ્ધ નથી. જેના લીધે આ વિસ્તારના ખેડૂતોમાં પાકને લઈને ચિંતા વધી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખેડૂતો માટે માત્ર વરસાદ  જ આશાનું કિરણ 

ધરોઇ ડેમમાંથી બનાસકાંઠા, સાબરકાંઠા ,પાટણ અને મહેસાણા જિલ્લાના 701 ગામ અને 12 શહેરના નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત હાલ ધરોઇ ડેમમાં પાણીનો સંગ્રહ ગત વર્ષની સરખામણીએ ત્રણ ફૂટ ઓછો પણ છે. જેના લીધે હાલના સંજોગોમાં ખેડૂતો માટે માત્ર વરસાદ  જ આશાનું કિરણ બની શકે તેમ છે.

આ પણ વાંચો : Stone Killer: 70 દિવસ અને 1,200 પોલીસ જવાનોના ઓપરેશન બાદ આખરે સ્ટોનકિલર પોલીસના હાથે પકડાયો, જાણો આગળની કહાની

આ પણ વાંચો : Punjab: મોગામાં બે બસ વચ્ચે જોરદાર ટક્કર, નવજોતસિંહ સિદ્ધુનાં કાર્યક્રમમાં જઈ રહેલા કોંગ્રેસનાં 3 કાર્યકરનાં મોત, 50 ઘાયલ

Published On - 4:44 pm, Fri, 23 July 21

Next Article