ડિસ્કવરી ચેનલમાં જોવા મળતો વાઘ દેખાયો ગુજરાતમાં, 27 વર્ષ બાદ જંગલમાંથી બહાર આવ્યો વાઘ, મહિસાગરના રસ્તા પર દેખાયો, VIDEO
વન્યપ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. 27 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં વાઘ જોવા મળ્યો છે. આ પહેલા 1992માં ડાંગ બોર્ડર પાસે વાઘ જોવા મળ્યો હતો. એક સરકારી શાળાના શિક્ષકે વાઘને આંટાફેરા કરતાં જોતા વાઘ ગુજરાતમાં પરત ફર્યો હોવાનું સાબિત થયું છે. મહેશ મહેરા નામના શિક્ષકે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બોરિયા ગામ પાસે વાઘને રોડ […]

વન્યપ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. 27 વર્ષ બાદ ફરી એકવાર ગુજરાતમાં વાઘ જોવા મળ્યો છે. આ પહેલા 1992માં ડાંગ બોર્ડર પાસે વાઘ જોવા મળ્યો હતો.
એક સરકારી શાળાના શિક્ષકે વાઘને આંટાફેરા કરતાં જોતા વાઘ ગુજરાતમાં પરત ફર્યો હોવાનું સાબિત થયું છે. મહેશ મહેરા નામના શિક્ષકે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના બોરિયા ગામ પાસે વાઘને રોડ પરથી પસાર થતાં જોયો હતો, જે બાદ તેમણે સમય સૂચકતા વાપરી પોતાના મોબાઇલના કેમેરામાં વાઘને કેદ કરી લીધો હતો.
જુઓ VIDEO:
મહેશ મહેરાએ 6 ફેબ્રુઆરીએ વાઘને જોયો ત્યારે લીધેલી તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે. જે શનિવારે રાજ્યના વન વિભાગ પાસે પહોંચતા વન વિભાગે વાઘ પરત ફર્યો હોવાના પુરાવા માટે બોરિયા ગામમાં કેમેરા પણ ગોઠવી દેવાયા છે.
વાઘની આ તસવીર વન વિભાગને મળતા તેમણે વાઘ વિસ્તારમાં પરત ફર્યો હોવાની પુષ્ટિ કરવા માટે અધિકારીઓને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વનવિભાગ વાઘ જ્યાંથી પસાર થયો હતો ત્યાં અમે તેના પગના નિશાન કે કોઇ પશુનાં મારણ અંગે તપાસ કરી રહ્યું છે. આ ઉપરાંત વાઘની હાજરી છે કે નહીં તેના પુરાવા માટે વનવિભાગે હાલ ત્રણ કેમેરા ગોઠવ્યા છે, જ્યારે વઘુ બીજા કેમેરા ગોઠવવામાં આવશે.
જુઓ VIDEO:
નિષ્ણાંતોનું કહેવું છે કે જો ગુજરાતમાં વાઘની હોવાની પુષ્ટિ થશે તો વન વિભાગે વાઇલ્ડલાઇફ કોન્સર્વેશન પ્રોગ્રામને રીડીઝાઇન કરવો પડશે.
વન વિભાગની ટીમના જણાવ્યા અનુસાર વાઘ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓ નદીની આસપાસના વિસ્તારમાં ફરતાં હોય છે. એક વર્ષ અગાઉ મધ્યપ્રદેશના જંગલ વિસ્તારમાંથી ગૂમ થયેલા વાઘનો આજ દિન સુધી પતો લાગ્યો નથી. એજ વાઘ પાનમ નદીના કિનારે કિનારે અહીં સુધી આવ્યો હોવાનું વન વિભાગ અનુમાન લગાવી રહ્યો છે.
[yop_poll id=1268]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]