Dwarka: ખંભાળીયાના બે યુવાન દ્વારા દેશી બનાવટથી 50 જેટલા ફ્લોમીટર તૈયાર કર્યા, કોરોના દર્દીઓને આંશિક રાહત 

જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાના બે યુવાન દ્વારા હાલ કોરોનાની મહામારી વચ્ચે અછત સર્જાયેલ ફ્લોમીટર બનાવવામાં આવ્યા છે. 50 જેટલા ફ્લોમીટર દર્દીઓને આપ્યા છે અને વધુ જરૂર પડ્યે ફ્લોમીટર બનાવીને દર્દીઓને આપશુ તેવી ઈચ્છા દર્શાવી હતી.

Rahul Vegda
| Edited By: | Updated on: May 03, 2021 | 6:49 PM

Devbhumi Dwarka: જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયાના બે યુવાન દ્વારા હાલ કોરોનાની મહામારી વચ્ચે અછત સર્જાયેલ ફ્લોમીટર બનાવવામાં આવ્યા છે. 50 જેટલા ફ્લોમીટર દર્દીઓને આપ્યા છે અને વધુ જરૂર પડ્યે ફ્લોમીટર બનાવીને દર્દીઓને આપશુ તેવી ઈચ્છા દર્શાવી હતી.

 

દર્દીઓને ઑક્સિજન પૂરતી માત્રામાં સરળતાથી મળી રહે તે માટે ફ્લોમીટરની જરૂર હોય છે, જે હાલ માંગ વધતા બજારમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. જેથી દેશી બનાવટથી ફ્લોમીટર તૈયાર કરવામાં આવ્યું અને દર્દીઓને આપવામાં આવ્યા હતા.

 

 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળીયાના બે યુવાનો દ્વારા દેશી બનાવટનું ફ્લોમીટર તૈયાર કરવામાં આવ્યુ છે. કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને દર્દીઓનું ઓક્સિજન લેવલ ડાઉન થઈ રહ્યું છે, ત્યારે દર્દીને ઓક્સિજન પર રાખવા માટે એક મહત્વનું ઉપકરણ એટલે ફ્લોમીટર અને આ ફ્લોમીટર બજારમાં સાતથી આઠ હજારની કિંમતે મળી રહ્યા છે.

 

તેવામાં ફ્લોમીટરની ખુબ જ જરૂરિયાત હોઈ જેથી બે યુવક દ્વારા દેશી જુગાડ કરી સંશોધન કરી ફ્લોમીટર બનાવવામાં આવ્યું છે. એક તરફ દર્દીઓ ઓક્સિજન પર વધુ રહે છે, ત્યારે તે દર્દીઓને ફ્લોમીટરની પણ જરૂર પડતી હોય છે. ફ્લોમીટરની અછત સર્જાઈ હોઈ તેવામાં ફ્લોમીટર શોધવું કે ખરીદવું મુશ્કેલ બન્યું છે. તેમાં આ દેશી જુગાડ કરી બનાવવામાં આવેલ આ ફ્લોમીટર દર્દીઓને ઉપયોગી સાબિત થઈ રહ્યું છે.

 

ખંભાળીયાના બે યુવાનો જેઓએ ફ્લોમીટર બનાવવામાં સંશોધન કર્યું હતું અને સફળતા પણ મળી છે. એક યુવાન ઈલેટ્રોનિક્સની દુકાન ચલાવે છે. જેને મીટરની જાણકારી છે અને બીજો યુવાન જૂની ફોટ ખાતે આવેલ આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવે છે. ત્યારે સબંધીઓ અને દર્દીઓને ફ્લોમીટરની જરૂર ઉભી થઈ અને આ મુશ્કેલી હલ કરવા બને મિત્રોએ ફ્લોમીટર બનાવવા સંશોધન કરવામાં આવ્યું.

 

આ બન્ને મિત્રોએ પાણીની બોટલ, આર.ઓ. કનેક્ટર, ઓક્સિજનના યુનિયન મીટર દ્વારા ઓક્સિજન કન્ટ્રોલ કરી ઓક્સિજન ફ્લોમીટરની અવેજીમાં આ ફ્લોમીટર બનાવવામાં આવ્યું છે. જે જરૂરિયાતવાળા દર્દીઓને ફ્લોમીટર(દેશી બનાવટ) બનાવી અને આપવામાં આવ્યા છે. તે સારી રીતે કામ કરે છે, જેથી વધુ દર્દીઓ સુધી પહોંચી શકાય તે માટે હજુ આ દેશી ફ્લોમીટર બનાવવામાં આવે છે અને જરૂરિયાતવાળા દર્દીઓને નિઃશુલ્ક આપવાનો નિર્ણય આ બન્ને મિત્રો દ્વારા કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોની PM MODI પર શું અસર પડી ? છબી ખરડાઈ કે તાકાત વધી?

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">