હવે ચામડીનું દાન ! ગુજરાતની પ્રથમ સ્કીન બેંકની રાજકોટમાં સ્થાપના

|

Nov 04, 2021 | 1:58 PM

રાજકોટની સ્કીન બેંકમાં ગુજરાતભરના ઘણાં પ્લાસ્ટીક સર્જનો સલાહકાર તરીકે જોડાયેલા છે.આ સ્કીન સૌથી વધારે દાઝી ગયેલા લોકોને ઉપયોગી સાબિત થઇ શકે છે.કોઇ વ્યક્તિ દાઝી ગયા હોય તો તેને બાયોમેટ્રિક રીતે તેના દાઝી ગયેલા ભાગ પર સ્કીન લગાડવામાં આવે

હવે ચામડીનું દાન ! ગુજરાતની પ્રથમ સ્કીન બેંકની રાજકોટમાં સ્થાપના
Donate skin now! Establishment of Gujarat's first Skin Bank in Rajkot

Follow us on

ચક્ષુદાનની જેમ આપ આપની ચામડીનું પણ દાન કરી શકો છો.વાત જરા નવાઇ પમાડે તેવી છે. પરંતુ રાજકોટમાં ગુજરાતની પ્રથમ સ્કીન બેંકની શરૂઆત થઇ છે.આ બેંકના ઉપયોગથી દાઝી ગયેલા કે શરીરમાં ચામડીને નુકસાન પામેલા અનેકને ફાયદો થશે. કેવી છે આ સ્કીન બેંક ? અને કંઇ રીતે આપ આપી શકો છો તમારી ચામડીનું દાન ? અને કેવી રીતે ઉપયોગી થઇ શકે છે ? તે અંગે વાંચો આ અહેવાલ

અત્યાર સુધી આપે ચક્ષુદાન અને અંગદાન સાંભળ્યું હતુ. પરંતુ હવે મૃત્યુ બાદ ચામડીનું દાન પણ આપી શકાય છે.રાજકોટમાં ગ્રેટર રોટરી નામની સ્કીન બેંકની સ્થાપના કરવામાં આવી છે.આ બેંકમાં જે પણ વ્યક્તિને પોતાના મૃત્યુ બાદ ચામડીનું દાન આપવું હોય તે આપી શકે છે.સંસ્થા દ્વારા આ સ્કીન-ચામડીને લઇને તેનું સ્ટોરેજ કરવામાં આવશે.રાજકોટના શાસ્ત્રીમેદાન સામે આવેલી રેડક્રોસ બ્લડ બેંકના કમ્પાઉન્ડમાં સ્કીન બેંક આવેલી છે.આધુનિક મશીનરીથી સજ્જ આ બેંકમાં બેથી ત્રણ દિવસથી પાંચ વર્ષ સુધી ચામડીનું સ્ટોરેજ કરી શકાય છે.રાજકોટની સ્કીન બેંક ગુજરાતની પ્રથમ અને દેશની ૧૯મી સ્કીન બેંક છે.

કઇ રીતે આપી શકાય છે સ્કીન ડોનેશન ?

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આપણા શરીરમાં ચામડીના ત્રણ લહેર હોય છે જેમાંથી પ્રથમ લહેરનો ઉપયોગ કરી શકાય છે.કોઇપણ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે છ કલાકની અંદર તેમના સ્વજનો સ્કીન ડોનેશન અંગે નિર્ણય લઇ શકે છે.જ્યારે કોઇ મૃતદેહનું સ્કીન ડોનેશન માટે મંજૂરી આપવામાં આવે છે ત્યારે બેંકના સ્ટાફ દ્રારા એક થી દોઢ કલાકની પ્રોસેસ કરીને તેની ચામડી કાઢી લેવામાં આવે છે અને ત્યારબાદ તેની પ્રોસેસ શરૂ કરવામાં આવે છે.ચામડી કાઢીને ૨૪ કલાક સુધી તેને ક્વોરન્ટાઇન રાખવામાં આવે છે અને ત્યારબાદ તેમાં કોઇ ઇન્ફેકશન ન હોય તો તેનું સ્ટોરેજ કરવામાં આવે છે.

કઇ રીતે કરાઇ છે સ્ટોરેજ ? સ્કીન બેંક કઇ રીતે બનશે ઉપયોગી ?

રાજકોટની સ્કીન બેંકમાં ગુજરાતભરના ઘણાં પ્લાસ્ટીક સર્જનો સલાહકાર તરીકે જોડાયેલા છે.આ સ્કીન સૌથી વધારે દાઝી ગયેલા લોકોને ઉપયોગી સાબિત થઇ શકે છે.કોઇ વ્યક્તિ દાઝી ગયા હોય તો તેને બાયોમેટ્રિક રીતે તેના દાઝી ગયેલા ભાગ પર સ્કીન લગાડવામાં આવે તો ૨૧ દિવસમાં રૂઝ આવી જશે.નવી ચામડી આવશે.આ ચામડી લગાડવાને કારણે સ્કીન ઇન્ફેકશન પણ નહિ લાગે અને શરીરમાં આગ લાગવાના નિશાન પણ મોટાભાગે દૂર થઇ જશે.તેની સાથે સાથે ડાયાબિટીસમાં ગેગરીંગ થવાનો ભય ખૂબ જ ઓછો થઇ જાય છે અને એસિડને કારણે જો કોઇ ભાગ દાઝી ગયો હોય તો તેના માટે પણ આર્શિવાદ રૂપ સાબિત થાય છે.

રાજ્યની પ્રથમ સ્કીન બેંક શરૂ થઇ છે.જો કે આ બેંકની શરૂઆત સાથે લોકોને સ્કીન ડોનેશન માટે જાગૃતતા લાવવી પણ એક મોટો પડકાર છે.જો લોકો સ્કીન ડોનેશન માટે આગળ આવે તો દાઝી ગયેલા,એસિડ એટેકના શિકાર બનેલા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા અનેક લોકો માટે નવી આશા જાગી શકે છે અને જે તે વ્યક્તિની ચામડીને ઓછામાં ઓછું નુકસાન થઇ શકે છે.

Published On - 1:53 pm, Thu, 4 November 21

Next Article