AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે હોળી ધૂળેટી તહેવારની ઉજવણી ઉપર પ્રતિબંધ લાદતા આદીવાસી વિસ્તારમાં નિરાશા

| Updated on: Mar 26, 2021 | 9:20 AM
Share

રંગોના તહેવાર એવા હોળી-ઘૂળેટીના ( holi dhuleti ) પર્વની આદીવાસીઓ ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે પણ હોળી ધૂળેટી પર્વ ઉપર કોરોનાનું ( corona ) ગ્રહણ લાગ્યુ હોવાથી, આદીજાતી વિસ્તારના રહીશો અને વેપારીઓમાં નિરાશાનું મોજૂ ફરી વળ્યુ છે

રંગોના તહેવાર એવા હોળી-ઘૂળેટીના ( holi dhuleti ) પર્વની આદીવાસીઓ ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરતા હોય છે. પરંતુ આ વર્ષે પણ હોળી ધૂળેટી પર્વ ઉપર કોરોનાનું ( corona ) ગ્રહણ લાગ્યુ હોવાથી, આદીજાતી વિસ્તારના રહીશો અને વેપારીઓમાં નિરાશાનું મોજૂ ફરી વળ્યુ છે. વેપારીઓએ માથે દેવુ કરીને હોળી ધુળેટી માટે ખરીદેલ વસ્તુઓનો બજારમાં કોઈ લેવાલ નથી. વેપારીઓના મતે હોળી ધૂળેટી ફિક્કી રહેવાની ગણતરી છે.

નર્મદા જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. હોળીએ આદિવાસી સમાજનો મુખ્ય તહેવાર છે. આમ તો હોળી અને ધુળેટી દેશમાંઆનંદ ઉલ્લાસથી ઉજવાય છે, પણ હાલની પરિસ્થિતિ જોતા કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના પગલે સરકારે પણ ધુળેટી અને હોળી નહી મનાવવા પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં વેપારી સમાજના લોકો પિચકારી અને કલરનો ધંધો કરતા હોય છે. આમ તો સીઝનેબલ ધંધો આ સમાજના લોકો કરતા હોય છે. હોળી હોય કે દિવાળી હોય. પોતાની દુકાનમાં તહેવાર અનુરૂપ માલ ભરીને વેંચતા હોય છે. ત્યારે હાલ હોળી અને ધુળેટીનો તહેવાર નજીક છે, ત્યારે આ લોકોએ પિચકારી અને કલરનો માલ ભર્યો છે.

આ ધંધો વર્ષોથી કરતા આવ્યા છે પણ આ વર્ષે પોતાની દુકાનમાં માલ ભર્યો છે તે વેચાશે કે કેમ તેની ચિંતામાં છે. ગત વર્ષે તો હોળી લોકડાઉન પહેલા હતી તો સારો ધંધો થયો હતો, પણ આ વર્ષે તો સરકારે પણ તહેવાર ઉજવવાની મનાઈ કરતા બજારમાં પિચકારી કે રંગ લેવા માટે લોકો હજુ સુધી આવ્યા નથી તો વેપારીઓને નુકશાન પણ જઈ શકે તેવી ભીતિ છે

હોળીના તહેવારમાં ખજૂર, કોપરા, ધાણી અને ઘઉંની સેવ ખાવાનો આદીવાસીઓમાં મહિમા છે. આદિવાસી વિસ્તારમાં લોકો આ વસ્તુઓની ખુબ ખરીદી કરતા હોય છે પણ હાલ રાજપીપળા શહેરમાં બજારમાં ઘરાકી નથી જેથી વેપારીઓ નિરાશ થઈને બેઠા છે. જો કે સરકારે હોળી નહિ ઉજવવાની ગાઈડલાઈનને પગલે વેપારીઓએ 50 થી 60 ટકા જ માલ ભર્યો છે.

હાલના ભાવની વાત કરીયે તો ધાણી 120 રૂપિયે કિલો છે, ચણા 120 રૂપિયે કિલો, કોપરા 240 રૂપિયે કિલો અને ખજૂર 100 રૂપિયે કિલો છે. ગત વર્ષના પ્રમાણે ભાવમાં કોઈ વધારો થયો નથી પણ ગ્રાહક દુકાન સુધી ખરીદી માટે આવતો નથી. જેથી માલ તો ભર્યો છે પણ વેચાશે કે કેમ તે ચિંતાનો વિષય છે આમ તો હજુ બે દિવસ બાકી છે જો આ બે દિવસમાં જો ઘરાકી ના નીકળે તો મોટું નુકશાન થઈ શકે છે. આ વર્ષે કોરોના ના કેસો પણ વધી રહ્યા છે જેથી પણ ઘરાકી દેખાતી નથી

 

g clip-path="url(#clip0_868_265)">