Monsoon 2022: રથયાત્રાના દિવસે મેઘરાજાએ પણ કર્યાં અમી છાંટણા, અષાઢના આરંભે વિવિધ જિલ્લામાં નોંધાયો વરસાદ
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં વહેલી સવારે ક્યાંક કયાંક અમીછાટણાં થયા હતા. તો દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગે (Weather department ) આગામી દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.
અષાઢી બીજના દિવસે અમદાવાદમાં વહેલી સવારે ક્યાંક કયાંક અમીછાટણાં થયા હતા. તો દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગે (Weather department ) આગામી દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગત રોજ (Bharuch)ભરૂચના જંબુસરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી. તો કચ્છના મુંદ્રામાં અષાઢી બીજના આગલા દિવસે ધોધમાર વરસાદનું ઝાપટું આવ્યું હતું. જ્યારે દેવભૂમિ દ્વારકા ખંબાળિયામાં છ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેના પરિણામે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જોકે વરસાદ બંધ થતા પાણી ઉતરી ગયા હતા. 4 ઇંચ વરસાદને પરિણામે ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીર આવ્યા હતા અને વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. ખંભાળિયા શહેરમાં બપોરના 2થી રાત્રે 8 સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.
આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારે અમી છાંટણા થયા હતા અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે સૌ આશા રાખીને પ્રાર્થના કરી રહયા છે કે અમદાવાદમાં પૂરતો વરસાદ વરસે. તો વડોદરામાં પણ વરસાદી વાતાવરણ છવાઈ જતા વરસાદ વરસ્યો હતો.
દક્ષિણમાં મેઘરાજાની આક્રમક બેટિંગ
સુરત શહેરમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાત્રે 11 વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. રાત્રે 6 કલાકમાં જ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો સુરત શહેરમાં ખાબકી ચૂક્યો છે. સુરતના ઉમરપાડા – 7 ઇંચ, ઓલપાડ- 1 ઇંચ, કામરેજ-8 ઇંચ,ચોર્યાસી-3 ઇંચ, મહુવા-1 ઇંચ તથા બારડોલીમાં 1 ઇંચ, માંગરોળ-6 ઇંચ, પલસાણા-2 ઇંચ, માંડવી-1 ઇંચ અને સુરત સીટીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી 315.33 ફૂટ નોંધાઇ છે જ્યારે સુરતમાં કોઝ વેની સપાટી 4.95 મીટર પર પહોંચી છે. સુરત શહેરમાં ઝાડ પડવાના અને શોર્ટ સર્કિટના 11 કોલ ફાયર વિભાગને મળ્યા છે.