દેવભૂમિ દ્વારકામાં મેઘો અનરાધાર, સાડા ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ

|

Aug 07, 2022 | 6:21 PM

મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તાઓ (Roads)  પર પાણી ભરાતા હાલ લોકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

દેવભૂમિ દ્વારકામાં મેઘો અનરાધાર, સાડા ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ
Heavy Rain in devbhumi dwarka

Follow us on

રાજ્યમાં (Gujarat)  ફરી એકવાર વરસાદી (heavy rain) માહોલ શરૂ થઈ ગયો છે.બે દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.ત્યારે દેવભુમિ દ્વારકામાં (devbhumi dwarka) વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.સાડા ત્રણ ઇંચ વરસાદથી ચારેકોર જળબંબાકારની (Gujarat rain) સ્થિતિ છે.મેઘરાજાની તોફાની બેટિંગથી અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.રસ્તાઓ (Roads)  પર પાણી ભરાતા હાલ લોકોને પારવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં વરસાદ

રાજકોટ શહેરના (Rajkot City) અનેક વિસ્તારોમાં શનિવારે બપોર બાદ વરસાદ વરસ્યો.શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ,યાજ્ઞિક રોડ, અમીન માર્ગ, ત્રિકોણબાગ, ગોંડલ રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.જૂનાગઢમાં (Junagadh) સતત ત્રીજા દિવસે મેઘરાજાએ કૃપા વરસાવી છે.શહેરના મોતીબાગ, મધુરમ, કાળવાચોક વિસ્તારમાં વરસાદ નોંઘાયો હતો.ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી વહેતા થયા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સુરત જિલ્લામાં વરસાદી માહોલ

ગઈકાલથી સુરતમાં મેઘરાજા મહેરબાન છે.માંડવીમાંડવીના રૂપન ,સઠવાવ ,મોરીથા પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો.ખેતી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Published On - 11:55 am, Sun, 7 August 22

Next Article