Monsoon 2022: ગુજરાત માટે 48 કલાક ભારે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી

અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં (Gandhinagar) સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ (Rain) પડવાની આગાહી કરાઈ છે.

Monsoon 2022: ગુજરાત માટે 48 કલાક ભારે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં 48 કલાકમાં ભારે વરસાદની આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 9:19 AM

આ વર્ષે મેઘરાજાએ (Monsoon 2022) ગુજરાત પર સતત હેત વરસાવાનું શરુ જ રાખ્યુ છે. ત્યારે હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી પાંચ દિવસ હજુ પણ ગુજરાત (Gujarat) પર મેઘરાજાની કૃપા વરસશે. તેમાં પણ આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ (Rain) પડવાની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 8 અને 9 તારીખે ભારે વરસાદની શકયતા છે. અમદાવાદમાં સોમવારથી ભારે વરસાદની આગાહી છે.

48 કલાક ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી 5 દિવસ કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા અને છૂટોછવાયો વરસાદ રહેશે. 8 ઓગષ્ટે ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જેમા વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે.

અમદાવાદમાં સોમવારથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાનમાં એક સિસ્ટમ સક્રિય બની છે અને મોન્સુન એક્ટિવિટીને કારણે તેમજ એક સર્ક્યુલેશન સિસ્ટમ બની હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગષ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. તો અમદાવાદમાં સોમવારથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં રાજ્યના 190 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. 60થી વધુ તાલુકાઓમાં 1 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સુરેન્દ્રનગરના વઢવાણમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. ધ્રાંગધ્રામાં વરસ્યો 4 ઈંચથી વરસાદ વધારે છે. બોટાદ, ગઢડા અને ઉનામાં વરસ્યો પોણા ચાર ઈંચ વરસાદ વરસાયો છે. તો સુરત, ખેડાના મહુધા, ભાવનગરના મહુવામાં પણ 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદ વરસ્યો છે.

સીઝનનો 74 ટકાથી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં વહેલી સવારે પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે બે કલાકમાં રાજકોટના જેતપુરમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગરના ઉમરાળામાં બે કલાકમાં 1 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. તો રાજકોટના જામકંડોરણામાં પણ 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. હળવદ, વલ્લભીપુર, જામજોધપુરમાં પણ સવારે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 74 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ કચ્છમાં સરેરાશ 121 ટકા વરસાદ વરસી ચુક્યો છે.તો દક્ષિણ ગુજરાતમાં 86 ટકા વરસાદ વરસ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">