Dwarka : આતંકવાદી હુમલાના એલર્ટના પગલે જગત મંદિર દ્વારકાની સુરક્ષામાં વધારો, થ્રી લેયર સુરક્ષા ગોઠવાઈ

|

Jun 11, 2022 | 10:37 PM

ગુજરાતમાં દ્વારકાધિશ મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર તેમજ શહેરના ભીડભાડ વાળી જગ્યામાં પોલીસ દ્વારા ખાસ નજર રખાઈ રહી છે. ત્યારે મંદિર દ્વારકા ખાતે પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે

Dwarka : આતંકવાદી હુમલાના એલર્ટના પગલે જગત મંદિર દ્વારકાની સુરક્ષામાં વધારો, થ્રી લેયર સુરક્ષા ગોઠવાઈ
dwarkadhish temple
Image Credit source: File Image

Follow us on

આંતકવાદી સંગઠન અલકાયદા દ્વારા ગુજરાતમાં (Gujarat) હુમલાની ધમકીના પગલે સમગ્ર ગુજરાત હાઈ એલર્ટ( High Alert) પર હોઈ ત્યારે દ્વારકા(Dwarka)ખાતે આવેલ દ્વારકાધીશ જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરાયો હતો.દ્વારકા જિલ્લો કે જે 3 તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોઈ જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વ પૂર્ણ ગણાય છે અહી જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવ્યુ હોવાથી દર રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુ સમગ્ર દેશમાંથી આવતા હોય ત્યારે સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લો ખૂબજ મહત્વ પૂર્ણ ગણવામાં આવે છે.ત્યારે આતંકવાદી હુમલાની દેહશતના પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા એન્ટ્રી કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

તો દ્વારકાધિશ મંદિર, ગોમતીઘાટ, સુદામાસેતુ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પર તેમજ શહેરના ભીડભાડ વાળી જગ્યામાં પોલીસ દ્વારા ખાસ નજર રખાઈ રહી છે. ત્યારે મંદિર દ્વારકા ખાતે પણ સુરક્ષામાં વધારો કરી દેવાયો છે તો અહી આવતા તમામ લોકોને ચેકીંગ કર્યા બાદ જ મંદિર પરિસરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને ચેતવણી આપી

ઉલ્લેખનીય છે  કે, ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્મા અને પાર્ટીના નેતા નવીન જિંદાલની પયગંબર મુહમ્મદ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને દેશના જુદા જુદા ભાગોમાંથી હિંસાની અનેક ઘટનાઓ નોંધાઈ છે. તેને જોતા શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને એક નિવેદન જાહેર કર્યું છે. ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તેઓએ તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસને ચેતવણી મોકલી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

જાણી જોઈને દેશમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ

ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું, “દેશમાં શાંતિને ખલેલ પહોંચાડવાના ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવશે, તેથી અમે રાજ્યોમાં તૈનાત પોલીસકર્મીઓને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે સાવચેત રહેવા કહ્યું છે.” ગૃહ મંત્રાલયે કહ્યું છે કે જો જરૂર પડશે તો અર્ધલશ્કરી દળને પણ એલર્ટ મોડ પર રાખવામાં આવશે. પોલીસ કોઈપણ અપ્રિય પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહે.”

ગૃહ મંત્રાલયે સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા પણ કહ્યું છે

ભડકાઉ ભાષણો આપતા તત્વો પર નજર રાખવા માટે ગૃહ મંત્રાલય દ્વારા ઘણી સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે રાજ્ય પોલીસને હિંસા અને ઉશ્કેરણીજનક ભાષણોના લાઈવ વીડિયો પોસ્ટ કરનારા લોકોની ઓળખ કરવા જણાવ્યું છે. આવા લોકો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને સાવચેતીનાં પગલાં લેવા, સરહદો પર નજર રાખવા અને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા પણ કહ્યું છે.

 

Published On - 6:45 pm, Sat, 11 June 22

Next Article