Dwarka : ઠાકર શેરડી અને પીપળીયા ગામના લોકોએ નવો ચીલો ચીતર્યો, સાથે મળીને સ્વખર્ચે શ્રમદાન કરી માર્ગ બનાવ્યો

દેવભુમિ દ્રારકાના ઠાકર શેરડી ગામે લાંબા સમયથી માર્ગનુ મુશકેલી હતી. અને તે માટે અનેક રજુઆતો પણ કરવામાં આવી. પરંતુ માત્ર આશ્વાસન આપતા તંત્રના ભરોસે નહી રહીને ગામજનો બન્યા આત્મનિર્ભર

Dwarka : ઠાકર શેરડી અને પીપળીયા ગામના લોકોએ નવો ચીલો ચીતર્યો, સાથે મળીને સ્વખર્ચે શ્રમદાન કરી  માર્ગ બનાવ્યો
Dwarka Road Repair
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 22, 2022 | 10:06 PM

ગુજરાતના (Gujarat) અનેક જિલ્લામાં વરસાદ બાદ અનેક સ્થળોએ રોડ ધોવાવવાના અને તૂટવાની ફરિયાદો સતત જોવા મળી રહી છે. તેમજ લોકો સરકાર અને સ્થાનિક તંત્રને આ રોડનું(Road)  સમારકામ કરવા માટે માંગ કરે છે. જો કે બધા વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડીથી પીપળીયા અને માળી ગામ સુધીનો રસ્તો વરસાદ બાદ ખુબ જ ખરાબ થયો હતો. ત્યારે આ ગામના લોકોએ સરકાર પાસે રોડ રીપેરની માંગ કરવાના બદલે નવો ચીલો ચીતર્યો છે. જેમાં આ ગામના લોકોએ સાથે મળીને નવો  માર્ગ બનાવ્યો છે.

વરસાદ બાદ અનેક જગ્યાએ રસ્તા મુશ્કેલી થતી હોય છે. પરંતુ દેવભુમિ દ્રારકાના(Dwarka) ઠાકર શેરડી ગામે લાંબા સમયથી માર્ગનુ મુશકેલી હતી. અને તે માટે અનેક રજુઆતો પણ કરવામાં આવી. પરંતુ માત્ર આશ્વાસન આપતા તંત્રના ભરોસે નહી રહીને ગામજનો બન્યા આત્મનિર્ભર. થોડા વરસાદ બાદ રસ્તાનુ મુશ્કેલી  વધતા હવે તેની રજુઆતો કરવા કરતા ગામજનો સમસ્યા દુર કરવા આર્થિક સહયોગ આપીને શ્રમદાન કરીને પોતાની લાંબા સમયની સસ્મયાનો ઉકેલ મેળવ્યો.

5 દિવસ, 40 લોકોએ શ્રમદાન કરીને 6 ટ્રેકટર,1 જેસીબી, 1 કટીંગ મશીનથી માર્ગ તૈયાર કર્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડીથી પીપળીયા અને માળી ગામ સુધીનો રસ્તો વરસાદ બાદ ખુબ જ ખરાબ થયો હતો. દર વર્ષે આ માર્ગમાં રસ્તો ના હોવાથી મુશકેલી થાય છે. તે અંગે તંત્રને રજુઆતો અનેક કરવામાં આવી. વખતોવખત રસ્તા માટે આશ્વાસન આપવામાં આવતુ. કરોડના ખર્ચે મંજુર થયેલ રસ્તો તંત્ર દ્રારા ના બનતા લોકો આત્મનિર્ભર બન્યા. બે ગામના ગ્રામજનોએ પોતાની આ સસ્મયા માટે ફંડ એકઠુ કર્યુ. અને 5 દિવસ શ્રમદાન કરીને માર્ગ તૈયાર કર્યો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા જવા માટે પણ અનેક મુશ્કેલીઓ થતી

ચોમાસામાં બીસ્માર માર્ગથી અનેક મુસ્કેશીઓ, દૈનિક અવર-જવર કરનાર વિધાર્થીઓને અભ્યાસ માટે સંધર્ષ. માર્ગ બિસ્માર હોવાના કારણે ઠાકર શેરડી અભ્યાસ માટે પીપળીયા અને માળી ગામના 220 થી વધુ વિદ્યાર્થી અભ્યાસ માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. ઉપરાંત અન્ય પાંચ ગામને જોડતો માર્ગ હોવાથી દિવસભર વાહનોની અવર-જવર રહેતી હોય છે. ચોમાસામાં માર્ગ પરથી પ્રસાર થવુ મુશ્કેલ બને છે. 7 કિ.મી સુધીના રોડ રસ્તા બીસ્માર હાલતમાં હોવાના કારણે લોકોને હાલાકી પડતી હતી. ખાસ દૈનિક નાના બાળકોને શાળામાં અભ્યાસ માટે અવર-જવર કરવામાં મુશકેલી થતી હતી. તેમજ ખેડૂતોને તેના ખેતરમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા જવા માટે પણ અનેક મુશ્કેલીઓ થતી હતી.

ખંભાળીયા નજીક ઠાકર શેરડી થી પીપળીયા અને માળી ગામ સુધીનો જતો 7 કિ.મી. નો માર્ગ સ્થાનિકોએ પોતાના પોતાના સ્વ ખર્ચે અને શ્રમદાન કરીને તૈયાર કર્યો. 50 જેટલા લોકોએ આર્થિક સહયોગ આપીને અંદાજે અડધા લાખથી વધુનો રકમનો ખર્ચ કર્યો. સાથે સતત 5 દિવસ સુધી 40 જેટલા લોકોએ શ્રમદાન કરીને 6 ટ્રેકટર, 1 જેસીબી, 1 કટીંગ મશીનની મદદથી માર્ગ તૈયાર કર્યો. માર્ગમાં બાવડને દુર કરવા કટીંગ મશીનનો ઉપયોગ કરાયો. તેમજ નાના-મોટા ખાડાઓને દુર કરવા માટે મોરમ, માટી, પથ્થર મુકીને જેસીબીની મદદથી સારો રસ્તો તૈયાર કર્યો.

આ  રસ્તામાં  સિમેન્ટ તો નથી. પરંતુ લાંબા સમયથી માર્ગમાં થતી મુશકેલીઓને સ્થાનિકોએ ટીમ વર્ક કરીને દુર કરી છે. સ્થાનિક ગ્રામજનો, ખેડુતો સાથે મળીને હાલ તો માર્ગ તૈયાર કરીને ચોમાસામાં થતી મુશકેલીનો અંત મેળવ્યો છે. પરંતુ આવી મુશકેલીના કાયમી અંત માટે તંત્ર આશ્વાસન કે વહીવટી પ્રક્રિયા બાદ વાસ્વતવમાં રોડ બનાવવાની કામગીરી કરે તો આવી સમસ્યાનો કાયમી ઉકેલ આવે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">