Devbhoomi Dwarka: ખંભાળિયામાં વરસ્યો ધોધમાર વરસાદ, 24 કલાકમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. લાલપુર ચોકડી નજીક પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે.
Devbhoomi Dwarka: રાજ્યમાં સાર્વત્રીક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખંભાળિયામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. જ્યાં છેલ્લા 24 કલાકમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. લાલપુર ચોકડી નજીક પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. ડાયવર્ઝન પાસે જ પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 5 દિવસ રાજ્યભરમાં સારો વરસાદ વરસશે. જેમા 7 અને 8 તારીખે અતિભારે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે. બંગાળની ખાડીમાં દબાણ સર્જાવાના કારણે વાતાવરણમાં તેની અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે, અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 4 ઈંચ વરસાદ થયો છે. રાજ્યમાં હજુ પણ 34 ટકા વરસાદની ઘટ જોવા મળી રહી છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો. પારડીમાં સાડા પાંચ, પલસાણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વાપીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. ચોર્યાસી અને સુરત શહેરમાં ચાર-ચાર ઇંચ વરસાદ વરસ્યો છે.