Devbhumi Dwarka: સલાયામાં ગૌવંશના ખુલ્લા મૃતદેહથી ગૌ પ્રેમીઓમાં રોષ, કૃષિમંત્રી સામે રજૂ કર્યો મુદ્દો

|

Jul 30, 2022 | 10:10 PM

ખંભાળિયા (Khambhaliya) ખાતે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) રામનાથ વિસ્તારમાં આવેલા પાંજરાપોળમાં મુલાકાત લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે લમ્પી વાયરસ અંગેની અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ચર્ચા વિચારણા કરી હતી.

Devbhumi Dwarka: સલાયામાં ગૌવંશના ખુલ્લા મૃતદેહથી ગૌ પ્રેમીઓમાં રોષ, કૃષિમંત્રી સામે રજૂ કર્યો મુદ્દો
Lumpy virus spread in Cattle (File photo)

Follow us on

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા (Khambhaliya) ખાતે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) રામનાથ વિસ્તારમાં આવેલા પાંજરાપોળમાં મુલાકાત લઈ જિલ્લા કલેકટર કચેરી ખાતે લમ્પી વાયરસ અંગેની અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને ચર્ચા વિચારણા કરી હતી તથા જરૂરી માર્ગદર્શન આપ્યું અને લમ્પી વાયરસને કંટ્રોલ કરવા માટે વધુ ટીમની જરૂરિયાત છે તે વધુ ટીમો પણ ફાળવવામાંં આવશે તેમ પણ જણાવ્યું હતું. નોંધનીય છે કે સલાયામાં પશુઓના મોત થતા તેમની અંતિમ વિધિ નિયમ અનુસાર ન થતા ગૌ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે.

વહીવટી તંત્રએ કરી વધુ ટીમની માંગણી

ખંભાળિયાના રામનાથ વિસ્તારમાં આવેલા પાંજરાપોળમાં પણ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મંત્રી રાઘવજી ભાઈ પટેલે લીધો હતો અને જિલ્લા કલેકટર કચેરી ખાતે અધિકારી સાથે બેઠક યોજી હતી, જેમાં દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વધુ ટીમોની માંગ કરવામાં આવી છે, તેને પણ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમા મંજૂર કરવામાં આવશે અને લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે તમામ પ્રયત્નો જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે સાથે જ દ્વારકા જિલ્લામાં લમ્પી વાયરસને કારણે 59 ગામોમાં અસર જોવા મળી છે, જેમાં 50 જેટલાં મોત ઓખામંડળ ખાતે પશુઓના મોત સૌથી વધુ થયા છે, જેમાં 24 હજારથી વધુ પશુઓને રસીકરણ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા રસીકરણ માટે પુરતી વેક્સીન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમાં 14 જેટલી ટીમ કાર્યરત છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જ્યારે વધારાની ટીમની જરૂરિયાતની માંગણી કરવામાં આવી તે માંગણી સરકારી દ્વારા તાત્કાલિક માંગ પૂરી કરવામાં આવશે સાથે જ અગાઉ પણ જામનગર અને દ્વારકા જિલ્લામાં મિટિંગ કરવામાં આવી જે મિટિંગમા થયેલ ચર્ચામાં લીધેલા પગલાને કારણે હાલ આ વિસ્તારમાં લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટેના પગલાં લેવાયા છે, તેને કારણે હવે થોડા દિવસોમાં આ લમ્પી વાયરસને સંપૂર્ણ પણે કાબૂમાં લેવામાં આવે તે રીતે કામગીરી કરવામાં આવી રહી છે મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના સલાયામાં ગઈ કાલે સાંજના સમયે સલાયાથી ખંભાળિયા તરફના માર્ગદર્શન પર આવેલા નાગનાથ મંદિર સામેના વિસ્તારમા ગૌવંશના મૃતદેહને ખુલ્લામાં મૂકી દેવામાં આવતા ગૌ પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો, જેને લઈને મંત્રી રાઘવજી પટેલને પ્રશ્ન કરતા તેમણે જણાવ્યું હતું કે આ અંગે તેમને કોઈ માહિતી જ નથી.

Next Article