AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devbhoomi dwarka: દ્વારકા ખાતે બનશે ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, દેવભૂમિ કોરિડોરનો કરવામાં આવશે વિકાસ

દ્વારકા કોરિડોરના વિકાસ અંતર્ગત  દ્વારકાધીશ મંદિર માટે પ્રખ્યાત શહેરમાં 3D ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન અને શ્રીમદ ભગવદ્ ગીતા અનુભવ ક્ષેત્ર પણ વિકસાવવામાં આવશે.  વિશ્વની સૌથી ઊંચી કૃષ્ણ પ્રતિમા ગુજરાતના દ્વારકામાં બનાવવામાં આવશે.

Devbhoomi dwarka: દ્વારકા ખાતે બનશે ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા, દેવભૂમિ કોરિડોરનો કરવામાં આવશે વિકાસ
Dwarka
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 24, 2022 | 9:27 AM
Share

દ્વારકા નજીકના  શિવરાજપુર બીચ ખૂબ પ્રખ્યાત છે  તેમજ  દેશવિદેશના પ્રવાસીઓ  દ્વારકાના  દર્શન કરવા માટે આવે છે ત્યારે ત્યારે હવે ગુજરાતની કેબિનેટે દ્વારકા કોરિડોરને મંજૂરી આપતા હવે દ્વારકા ખાતે  ભગવાન શ્રીકૃષ્ણની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બનાવાવમાં આવશે. દ્વારકા  કોરિડોરના વિકાસ અંતર્ગત  દ્વારકાધીશ મંદિર માટે પ્રખ્યાત શહેરમાં 3D ઇમર્સિવ એક્સપિરિયન્સ ઝોન અને શ્રીમદ ભગવદ્ ગીતા અનુભવ ક્ષેત્ર પણ વિકસાવવામાં આવશે.

વિશ્વની સૌથી ઊંચી કૃષ્ણ પ્રતિમા ગુજરાતના દ્વારકામાં બનાવવામાં આવશે. ગુજરાત સરકારે ગુરુવારે  કેબિનેટમાં જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા કોરિડોરના ભાગરૂપે દ્વારકા શહેરમાં ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવામાં આવશે. તેના પ્રથમ તબક્કાનું કામ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં શરૂ થવાની ધારણા છે. આજે ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠક બાદ ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ જાહેરાત કરી હતી. પટેલ રાજ્ય સરકારના પ્રવક્તા પણ છે.

સરકાર દેવભૂમિ દ્વારકા કોરિડોરનો વિકાસ કરશે

ઋષિકેશ પટેલે  પટેલે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે આ પ્રદેશને પશ્ચિમ ભારતનું સૌથી મોટું ધાર્મિક કેન્દ્ર બનાવવા માટે દેવભૂમિ દ્વારકા કોરિડોર વિકસાવવાનું નક્કી કર્યું છે.  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમે એક વ્યુઇંગ ગેલેરી બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છીએ જ્યાંથી લોકો પ્રાચીન દ્વારકા શહેરના અવશેષો જોઈ શકે. અમે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂમિપૂજન કર્યા બાદ પ્રથમ તબક્કાનું કામ શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂમિપૂજન

ઋષિકેશ પટેલે જણાવ્યું કે આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં અમે એક વ્યુઈંગ ગેલેરી બનાવવાનું પણ આયોજન કરી રહ્યા છીએ જ્યાંથી લોકો પ્રાચીન દ્વારકા શહેરના અવશેષો જોઈ શકે. અમે આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ભૂમિપૂજન કર્યા બાદ પ્રથમ તબક્કાનું કામ શરૂ કરવાની અપેક્ષા રાખીએ છીએ.

ગુજરાતનું દ્વારકાધીશ મંદિર હિંદુઓનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. અહિયાં ભગવાન દ્વારકાધીશની પૂજા અર્ચના કરવામાં આવે છે. જેનો અર્થ તે દ્વારકાના રાજા છે. દ્રાપર યુગમાં તે ભગવાન કૃષ્ણની તે રાજધાની હતી. આ મંદિરમાં ધ્વજા પૂજનનું વિશેષ મહત્વ રહ્યું છે. દેશવિદેશના પ્રવાસીઓ  દ્વારકા મંદિરના દર્શન કરવા માટે આવે છે. દ્વારકામાં સાત માળનું પૌરાણિક મંદિર છે  અને ભગવાન શ્રીકૃષ્ણના સમયના અવશેષો અહીં જળવાયેલા છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">