Devbhoomi Dwarka:દ્વારિકાધીશના મંદિરે લહેરાઈ તિરંગી ધજા, દરિયામાં લહેરાયો રાષ્ટ્રધ્વજ

|

Aug 15, 2022 | 7:23 PM

આજે ભાવિક ભક્ત દ્વારા મંદિર ઉપર ત્રિરંગાના રંગની ધજા (Dhaja) ફરકાવવામાં આવી હતી. આથી આજે જગત મંદિર ખાતે દેશભક્તિ તેમજ ધાર્મિક પરંપરાનો સમન્વય જોવા મળ્યો હતો. જગત મંદિર ખાતે રોજ 5 વાર ધજા બદલવામાં આવે છે.

Devbhoomi Dwarka:દ્વારિકાધીશના મંદિરે લહેરાઈ તિરંગી ધજા, દરિયામાં લહેરાયો રાષ્ટ્રધ્વજ
Devbhoomi Dwarka: Tricolor Dhaja hoisted at Dwarikadhish temple, national flag hoisted in the sea

Follow us on

આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં આવેલા જગત મંદિરના (Jagat Mandir) શિખર ઉપર ત્રિરંગા કલરની ધ્વજાનું આરોહણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આજે ભાવિક ભક્ત દ્વારા મંદિર ઉપર ત્રિરંગાના રંગની ધજા ફરકાવવામાં આવી હતી. આથી આજે જગત મંદિર ખાતે દેશભક્તિ તેમજ ધાર્મિક પરંપરાનો સમન્વય જોવા મળ્યો હતો. નોંધનીય છે કે જગત મંદિર ખાતે રોજ 5 વાર ધજા બદલવામાં આવે છે.

દ્વારકાધીશના મુખ્ય મંદિર 150 ફુટના શિખર પર ભકતો દ્વારા 52 ગજની ધજાજી ચડાવવામાં આવે છે. ભગવાન દ્વારકાધીશને બહારની કોઈ વસ્તુ કે પ્રસાદ ચડાવતો નથી. મંદિરના શિખર પર ધજાજી ચડાવવામાં આવે છે. આ ધજાજી ચડાવવા માટે અગાઉથી બુકીંગ કરવામાં આવે છે. ધજાજીની નોંધણી ગુગળી બ્રાહ્મણ ટ્રસ્ટની કચેરીમાં થાય છે. આદિકાળથી પરંપરાગત ગુગળી બ્રાહ્મણને હક મળેલા છે. હાલ સુધીમાં 2024 સુધીની ધજાજીનુ બુકીંગ થયેલ છે. સાથે જ અંદાજે 200 જેટલી કાયમી ધજાજીનુ બુકીંગ થયેલ છે. એટલે કે નિયત દિવસે તારીખ કે તિથી મુજબની દર વર્ષનુ ધજાજીનુ બુકીંગ થયેલ છે. દિવસની 5 ધજાજી ચડાવવામાં આવે છે.

ગોમતીના જળમાં ફરકાવવામાં આવ્યો રાષ્ટ્રધ્વજ

ભડકેશ્વર યોગા ગ્રુપ અનેક વખત દરિયામાં અને જમીન પર યોગ કરી નવતર સંદેશાઓ આપતું રહ્યું છે ત્યારે આ વખત દ્વારકાનાં ઇતિહાસમાં પ્રથમ વખત જ પવિત્ર ગોમતીના જળમાં યોગ ગ્રુપનાં સભ્યો બાળકો, મહિલાઓએ ધ્વજ વંદન કરી ધ્વજ ફરકાવ્યો હતો. ત્યારે દ્વારકા આવતા પ્રવાસીઓ અને ભાવિકો એ પણ રાષ્ટ્રીય પર્વની અનોખી ઉજવણી ને જાણી અને માણી હતી. તાલબદ્ધ રીતે બાળકોથી લઇ યુવાનો મહિલાઓ એ ત્રિરંગા સાથે શાનથી ઉલ્લાસપૂર્વક રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી હતી. જેના સાક્ષી પ્રવાસીઓ પણ બન્યા હતા. તો દરિયાકાંઠે સ્થાનિકોએ ત્રિરંગા સાથે રેલી કાઢી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સ્વતંત્રતા પર્વમાં છવાયો વરસાદી માહોલ

આજે સ્વતંત્રતા પર્વના દિવસે  દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા પંથકમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો અને શહેરના મુખ્યમાર્ગો પર
શહેરમાં મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા  શહેરના નગરગેટ, જોધપુર ગેટ, લુહારશાળ વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

Next Article