Devbhoomi dwarka : 24 વર્ષ બાદ બેટ દ્વારકામાં હાથ ધરાયું મેગા ડિમોલિશન, આજે પણ ગેરકાયદે બાંધકામ પર ચાલશે બુલડોઝર
ગુજરાતના દરિયાકાંઠેથી છાશવારે કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. ત્યારે હવે ડ્રગ્સની સિન્ડિકેટને તોડવા ગુજરાત પોલીસે કમર કસી છે. ગુજરાત પોલીસે દરિયાઇ સુરક્ષાને લઇને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ગુજરાતના દરિયાઇ પટ્ટી પરના વિવાદિત સ્થળો અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્રારકામાં (Devbhoomi dwarka) સતત બીજા દિવેસ ડિમોલિશનની (Demolition) કામગીરી આજે પણ ચાલુ રહી છે અને પોલીસે ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું હતું. આજે પણ ઘટના સંદર્ભે ફેરી બોટ સેવા બંધ જ રાખવામાં આવી છે. આ સાથે જ અધિકારીઓને ત્રણ દિવસ સુધી સ્ટેન્ડ ટુ રહેવા આદેશ આપવામાં આવ્યો છે. આજે પણ વધુ કેટલીક ગેર કાયદેસર ઇમારતો તોડી પડાશે. આ ઘટનાને પગલે પોલીસ (Police) અને વહીવટીતંત્રનો મોટા કાફલો બેટ દ્વારકામાં હાજર રહ્યો છે. ગત રોજ આ કાર્યવાહી અંતર્ગત 25થી વધુ ઇમારતોનું ડિમોલેશન હાથ ધરાયું હતું. દેવભૂમિ દ્વારકામાં 24 વર્ષ પહેલા પણ થઈ હતી આ પ્રકારની કામગીરી થઈ હતી અને તે સમયે 50થી વધુ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
બેટ દ્રારકામાં 24 વર્ષ પહેલા થયું હતું આ પ્રકારનું ડિમોલિશન
દરીયાઇ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગુજરાતના સંવેદનશીલ ટાપુ ગણતા બેટ દ્વારકામાં રાજ્ય સરકાર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવી રહ્યું છે.જો કે આ પ્રકારનું ડિમોલેશન 24 વર્ષ પહેલા વર્ષ 1998-99 માં આઇપીએસ સતીષ વર્માએ આ પ્રકારનું ડિમોલેશન હાથ ધર્યુ હતું,આ સમયે પોલીસ દ્વારા 50થી વધારે ગેરકાયદેસર કિંમતી બંગલાઓ તોડી પાડવામાં આવ્યા હતા.
કચ્છના અખાતમાં 24 નિર્જીવ ટાપુઓ અતિ સંવેદનશીલ
સૌરાષ્ટ્રના કચ્છ અખાતમાં આવેલા 24 જેટલા ટાપુઓ સંવેદનશીલ છે.આમ તો આ નિર્જીવ ટાપુઓની અવરજવર પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે તેમ છતા કેટલાક ટાપુઓ પર ગેરકાયદેસર બાંધકામ ઉભા થયા છે.આ અંગે પોલીસ દ્રારા સમયાંતરે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું રહે છે પરંતુ તેમાં કાર્યવાહી થવી જરૂરી છે અને ભવિષ્યમાં અહીં પણ ડિમોલેશન હાથ ધરાઇ શકે છે.
ગુજરાતના દરિયાકાંઠેથી છાશવારે કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. ત્યારે હવે ડ્રગ્સની સિન્ડિકેટને તોડવા ગુજરાત પોલીસે કમર કસી છે. ગુજરાત પોલીસે દરિયાઇ સુરક્ષાને લઇને મોટી કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ગુજરાતના દરિયાઇ પટ્ટી પરના વિવાદિત સ્થળો અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકામાં સૌરાષ્ટ્ર રેન્જના ડીઆઇજી સંદીપ સિંઘ, જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડે સહિત પીઆઇ, પીએસઆઇ, ડીવાયએસપી, પોલીસ જવાનો તેમજ SRPની બે કંપનીઓ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા. છે આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકાની જેમ જ ગીર સોમનાથ, કચ્છ તેમજ પોરબંદરની દરિયાઇ પટ્ટી પરના દબાણો દૂર કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.
ગત રોજ સિગ્નેચર બ્રિજ આસપાસના ગેરકાયદે દબાણો હટાવાયા
ઓખા – બેટ દ્વારકા વચ્ચે બની રહેલા સિગ્નેચર બ્રિજની આસપાસના સ્થળો પર થયેલા દબાણો પર ગત રોજ બુલડોઝર ફેરવવામાં આવ્યું. બેટ દ્વારકામાં કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું હતું. આથી તંત્ર દ્વારા મેગા ઓપરેશન હાથ ધરી આ દબાણો દૂર કરવામાં આવ્યા. આ દરમ્યાન ટિયર ગેસ, બુલેટપ્રૂફ જેકેટ તેમજ હથિયારોથી સજ્જ જવાનો તેમજ પોલીસ કર્મચારીઓનો કાફલો તૈનાત રહ્યો હતો અને આજે પણ એજ પરિસ્થિતિ જોવા મળી રહી છે.