AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devbhoomi dwarka: અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે ફાયરિંગની ઘટના, મેગા ડિમોલિશન દ્વારા દબાણ હટાવાયા સહિતના જિલ્લાના મહત્વના સમાચાર જાણો અહી

દ્વારકાના (Devbhoomi Dwarka) ખંભાળિયાના  (Khambhaliya) ભાળથર ગામે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ 1 વ્યક્તિની હાલત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.

Devbhoomi dwarka: અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે ફાયરિંગની ઘટના, મેગા ડિમોલિશન દ્વારા દબાણ હટાવાયા સહિતના જિલ્લાના મહત્વના સમાચાર જાણો અહી
દ્વારકાના ભડથાર ગામે જૂથ અથડામણમાં 5 લોકો ઇજાગ્રસ્ત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 8:59 AM
Share

દ્વારકામાં   (Dwarka) અંગત અદાવતમાં જૂથ અથડામણની (Group Clash)  ઘટના બની હતી જેમાં 5  લોકો ઇજાગ્રસ્ત થયા હતા તો બીજી તરફ  જિલ્લામાં ડિમોલિશનની (Demolition) કામગીરી અંતર્ગત વધુ જગ્યા ખુલ્લી  કરવામાં આવી છે સાથે જ ખંબાળિયાની આસપાસના ગ્રામિણ વિસ્તારોની  2 હજાર ઉપરાંત બાળકીઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું છે . આવો જાણીએ જિલ્લાના મહત્વના સમચાાર

ડિમોલિશન દ્વારા દબાણ હટાવાયું

બેટ દ્વારકામાં (bet dwarka) 1 ઓક્ટોબરથી શરૂ થયેલી દબાણ હટાવ ઝુંબેશ પ્રથમ ચરણમાં વેગવંતી રહ્યા બાદ થોડા દિવસોના વિરામ પછી શરૂ થયેલા બીજા રાઉન્ડમાં સૌથી વધુ કહી શકાય તેટલું મંગળવારે વધુ 50 હજાર ફૂટ જેટલું દબાણ ખુલ્લું કરવામાં આવ્યું  હતું. આશરે  120 થી વધુ કોમર્શિયલ અને રહેણાંક વિસ્તારમાં દબાણ દૂર કરી 3 લાખ ફૂટ જેટલી સરકારી જમીન ખાલી કરાવવામાં આવી છે.  નોંધનીય છે કે ગઇ કાલ ફરીથી દ્વારકામાં 7  જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને બેટ દ્વારકાના પાંજ વિસ્તારમાં બિનઅધિકૃત ખડકાયેલા દબાણો પર ફરી બુલડોઝર  (Bulldozer ) ફેરવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ (Police) બંદોબસ્ત સાથે રહેણાંક અને વ્યવસાયિક દબાણો દૂર કરવા તંત્રની કવાયત હાથ ધરવામાં આવી  હતી.

Dwarka: System's bulldozer returned to large-scale illegal constructions in Bat Dwarka, demolition work resumed

ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યુ બુલડોઝર

તે અગાઉ મેગા ડિમોલિશનની કામગીરી અંતર્ગત  બેટ દ્વારકામાં 8 કરોડથી વધુની કિંમતની જમીન ઉપર ગેરકાયદે દબાણ  (Illegal ) દૂર કરીને બે લાખ નેવું હજાર ફૂટ ગામતળ, ગોચર અને મરીન વિસ્તારની જમીન ખુલ્લી કરવામાં આવી છે. દરિયાઇ સુરક્ષા (Coastal Security) ને ધ્યાનમાં રાખીને ગૃહ વિભાગે કરેલા આદેશ બાદ  સાત દિવસમાં દેવભૂમિ દ્વારકા (Dwarka) ના બેટ દ્વારકામાં દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ગેરકાયદે મકાનો (Illegal Houses) દૂર કરવામાં આવ્યા હતા.

અંગત અદાવતમાં ફાયરિંગની ઘટના

દેવભૂમિ દ્વારકાના (Devbhoomi Dwarka) ખંભાળિયાના  (Khambhaliya) ભાળથર ગામે ફાયરિંગની ઘટના બની હતી. આ ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમજ 1 વ્યક્તિની હાલત ગંભીર છે. તમામ ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. પોલીસે ગત રાત્રિથી આ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.  પ્રાથમિક અનુમાન પ્રમાણે આ મારામારી અંતગ અદાવતમાં થઈ હતી. બે જૂથના લોકો એકબીજા પર ધોકા અને પાઇપ લઇને તૂટી પડયા હતા.

ખંભાળિયામાં બાળકીઓને કરવામાં આવી નવરાત્રીની લ્હાણી

દ્વારકાના ખંભાળિયામાં  બાલિકાઓને નવરાત્રી દરમિયાન આયોજિત થયેલી ગરબી માટે ગત રોજ લ્હાણી કરવામાં આવીા હતી. ખંભાળિયા તેમજ    ભાણવડ, સલાયા સહિતના130 વધારે ગામમાં  નવરાત્રી દરમિયાન  બાળ  ગરબીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  300થી વધુ નાની મોટી ગરબીમાં 2 હજાર કરતાં વધારે બાલિકાઓ સામેલ થઈ હતી. તે તમામને  દીવાળી પહેલા ગત રોજ લ્હાણી અને વિવિધ ભેટ આપવામાં આવી હતી.

વિથ ઇનપુટ ક્રેડિટ: જય ગોસ્વામી  ટીવી9 દ્વારકા

Follow Us
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
g clip-path="url(#clip0_868_265)">