Devbhoomi dwarka: ગોમતી ઘાટ પર કરવામાં આવ્યું દીપદાન, શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં કર્યા દ્વારકાધીશના દર્શન

|

Oct 28, 2022 | 10:06 AM

ભાઈબીજના (Bhai beej) પવિત્ર તહેવાર પર ગોમતી નદીમાં ભાઈના આયુષ્ય માટે દીવડા તરતા મૂકવાનું મહત્વ છે. જેથી મોટી સંખ્યમાં મહિલાઓ અને યાત્રીકો ઘાટ પર પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન રખડતા ઢોર પણ બાખડ્યા હતા અને લોકોના જીવ અધ્ધર તાલ થયા હતા.

Devbhoomi dwarka:  ગોમતી ઘાટ પર કરવામાં આવ્યું દીપદાન, શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં કર્યા દ્વારકાધીશના દર્શન
દ્વારકામાં ભાઇ બીજના દિવસે કરવામાં આવ્યું દીપદાન

Follow us on

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં  નવા વર્ષ અને  ભાઇ બીજના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી  પડ્યા હતા.  ખાસ કરીને ભાઈ બીજના દિવસે બહેનોએ ગોમતી નદીમાં દીપ દાન કરીને  ભાઈઓ માટે લાંબા આયુષ્યની  પ્રાર્થના કરી હતી.  દ્વારકા ખાતે  દ્વારકાધીશના દર્શન કરવા માટે નવા વર્ષમાં લાબી કતારો લાગી હતી.  દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં સરળતાથી દર્શન કરી શકે તે માટે   મંદિર દ્વારા  પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.   દ્વારકામાં ભક્તિમય માહોલ વચ્ચે ગોમતી ઘાટે ભક્તોની ભીડ જામી હતી.   જોકે ભક્તોની ભીડ વચ્ચે ગોમતી ઘાટ ખાતે રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો હતો.   ભાઈ બીજના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ગોમતી કાંઠે એકઠા થયા હતા ત્યારે રખડતા ઢોરે   બાખડતા લોકોના જીવ અધ્ધરતાલ થઈ ગયા હતા.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

દેવભૂમિ દ્વારકાના ગોમતી નદીના તટ પર ઢોરનો ત્રાસ જોવા મળ્યો છે. ભાઈબીજના પવિત્ર તહેવાર પર ગોમતી નદીમાં ભાઈના આયુષ્ય માટે દીવડા તરતા મૂકવાનું મહત્વ છે. જેથી મોટી સંખ્યમાં મહિલાઓ અને યાત્રીકો ઘાટ પર પહોંચ્યા હતા. પરંતુ આ દરમિયાન રખડતા ઢોર પણ બાખડ્યા હતા અને લોકોના જીવ અધ્ધર તાલ થયા હતા. નદી કાંઠે રખડતા ઢોરના ત્રાસથી લોકોએ પરેશાની વેઠી હતી. જોકે સદ્દનસીબે કોઈને પણ ઈજા પહોંચી ન હતી.

Published On - 9:58 am, Fri, 28 October 22

Next Article