Devbhoomi Dwarka: દ્વારકાના આંગણે રૂડો અવસર, શ્રીકૃષ્ણ-રૂક્ષ્મણીજી લઇને આવ્યા દ્વારકા, જુઓ Video
દર વર્ષ દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. ત્રિદિવસીય લગ્ન ઉત્સવ ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીની ભવ્યાતીભવ્ય વરઘોડો ભારે ઠાઠમાઠથી નીકળે છે અને સમગ્ર દ્વારકા લગ્નમય બને છે.
દેવભૂમિ દ્વારકામાં શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારંભ થયો છે. ગુજરાત સરકારે દ્વારકામાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ભવ્ય ઊજવણી કરવાનું પ્રથમવાર આયોજન કર્યું છે.જેના ભાગરૂપે હાથી ગેટથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીનો ભવ્ય વરઘોડો, ગુજરાત સરકારે દ્વારકામાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણી વિવાહ પ્રસંગની ભવ્ય ઊજવણી કરવાનું પ્રથમવાર આયોજન કર્યું | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/8cuSSnspzC
— Tv9 Gujarati (@tv9gujarati) April 3, 2023
મંદિર ચોક, રૂક્ષ્મણી મંદિર અને રસ્તામાં આવતા રૂટ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું..શોભાયાત્રામાં શરણાઇ અને ઢોલના તાલે ભક્તો ઝુમી ઉઠ્યાં હતા. સાંજે દ્વારકા સર્કિટ હાઉસ ખાતે મલ્ટીમીડિયા શો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આસામના મુખ્યપ્રધાન હેમંતા બિશ્વા શર્મા, અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુ અને કેન્દ્રિય રાજ્યપ્રધાન મીનાક્ષી લેખી સાથે ગુજરાત સરકારના મંત્રીઓ ઊપસ્થિત રહ્યા હતા.
દર વર્ષ દ્વારકામાં રૂક્ષ્મણી વિવાહની પરંપરાગત ઉજવણી કરવામાં આવે છે. ત્રિદિવસીય લગ્ન ઉત્સવ ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીજીની ભવ્યાતીભવ્ય વરઘોડો ભારે ઠાઠમાઠથી નીકળે છે અને સમગ્ર દ્વારકા લગ્નમય બને છે. એટલું જ નહીં રૂક્ષ્મણી વિવાહના આયોજનમાં વરઘોડામાં જાનૈયા રજવાડી સાફા પહેરી ખૂબ જ ઉલ્લાસથી નાચતા ગાતા માતાને પરણવા જાન લઈને પહોંચે છે.અને રૂક્ષ્મણી મંદિરે મોટી સંખ્યામાં પધારેલ ભક્તોની હાજરીમાં ભગવાન દ્વારકાધીશ અને માતા રૂક્ષ્મણીના લગ્નોત્સવ ભકિતભાવ વાતાવરણમાં સંપન્ન થાય છે.
કહેવાય છે કે, ભગવાન દ્વારકાધીશના મુખ્ય પટરાણી માતા રૂક્ષ્મણીજી છે. ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજીનું અપહરણ વિદર્ભથી કરી દ્વારકા લઇ આવ્યા પછી તેમના વિવાહ રૂક્ષ્મણી સાથે દ્વારકા ખાતે ઠાઠમાઠ સાથે થયા હતા. ભગવાન શ્રી દ્વારકાધીશના પ્રથમ લગ્ન રૂક્ષ્મણી સાથે થયા હોવાનું ભાગવત પુરણમાં ઉલ્લેખ છે. રૂક્ષ્મણી ભગવાન કૃષ્ણના પ્રથમ અને સૌથી અગ્રણી રાણી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…